ગાગોદર નેશનલ હાઇવે પર ટ્રેઇલરની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત
ગાંધીધામ : ગાગોદર-સામખિયાણી નેશનલ હાઇવે પર પુરઝડપે દોડતા વાહનોનો વધુ એક ભોગ નિર્દોષ યુવાન બન્યો છે. દેવનારાયણ હોટલ સામે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાઇકલ સવાર યુવકનું મોત નીપજ્યું છે.ઘટનાની વિગત મુજબ, લાકડીયાના લખમસરી વાસમાં રહેતા ગોવિંદભાઇ રાયધણભાઇ કોલી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, કોઈ અજાણ્યા ટ્રેઇલરના ચાલકે પોતાના કબ્જાનું વાહન ફૂલ સ્પીડમાં બેદરકારીથી ચલાવી મોટરસાઇકલ (જી.જે.-૩૯-ટી-૭૯૨૨) ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર પ્રવિણભાઇ દેવરાજભાઈ કોલી (રહે. લલીયાણા, તા. ભચાઉ) ને શરીરના ગંભીર ભાગોએ ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ગાગોદર પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments