રત્નાકરજી કચ્છમાં બે દિવસ રહી ગયા!ઃ કંઈકના શ્વાસ અધ્ધર કરી ગયા! કેટલાકને નજીક રાખ્યા, તો કેટલાકને કર્યા દૂર...! અટકળો થઈ તેજ
કોના હિસાબ-કિતાબ અંકે કરી ગયા? અમુક ભ્રષ્ટાચારી ઓ બોધપાઠ લેશે?
રત્નાકરજીએ આલીશાન ફાઈવ સ્ટાર હેાટેલમાં રોકાણ કરવાના બદલે ભુજ સર્કિટ હાઉસમાં મુકામ કરતા કંઈક નવાજૂની થવાના ભણકારા : પક્ષના સ્વઘોષિત ટિકિટ વાંચ્છુકોના પરસેવા છૂટી ગયા, સંઘના મોભીઓ સાથે પણ કરી બંધબારણે બેઠક : શું રંધાઈ ગયુ? : રત્નાકરજી કે, જેઓની એક-એક મિનિટ કિમંતી છે, આટલા વ્યસ્ત વ્યકિત કચ્છમાં બે દીવસનો પડાવ નાખી ગયા તે વિચાર માંગી લેતી વાત છે?
ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ગુજરાત પ્રવાસ બાદ રાજ્યના રાજકારણમાં અનેકવિધ અટકળો તેજ બની છે. આ રાજકીય ગરમાવા વચ્ચે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કચ્છમાં બેથી અઢી દિવસ સુધી પડાવ નાખતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રત્નાકરજીની આ વખતની મુલાકાત માત્ર ઔપચારિક નહીં, પરંતુ સૂચક અને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.રાજકીય જાણકારોના મતે, કચ્છમાં પક્ષના નામે ચરી ખાતા અને માજા મૂકનાર અમુક બની બેઠેલા ભ્રષ્ટાચારીઓ સામે હાઈકમાન્ડ લાલઘૂમ છે. રત્નાકરજીએ પોતાની આ મુલાકાત દરમિયાન આવા તત્વોની રજેરજની માહિતી સાથેનો સંપૂર્ણ ‘હિસાબ-કિતાબ’ અંકે કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ મુલાકાતની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે રત્નાકરજીએ કોઈ નેતા કે ઉદ્યોગપતિના બંગલે કે ખાનગી સ્થળે રોકાણ કરવાના બદલે ભુજ સર્કિટ હાઉસમાં જ મુકામ કર્યો હતો. વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે પણ કેટલાક સ્થાનિક મહાનુભાવોએ તેમને ચા-કોફી માટે શિષ્ટાચાર
પૂર્વક આમંત્રણ આપ્યા હતા, પરંતુ રત્નાકરજીએ મક્કમતાથી ‘આ વખતે નહીં, બીજી વખત ક્યારેક’નો એક જ સૂર દર્શાવીને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો. સર્કિટ હાઉસ ખાતે તેમણે પક્ષના જૂના જોગીઓ, તજજ્ઞો અને સનિષ્ઠ કાર્યકરો ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) ના મોભીઓ સાથે પણ બંધબારણે
મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હોવાનું મનાય છે. તેમની આ મુલાકાત બાદ કચ્છના સંગઠનમાં મોટી ઉથલપાથલ અને નવાજૂની થવાના સ્પષ્ટ ભણકારા વાગી રહ્યા છે.
.....................
ગાંધીનગર કક્ષાએથી પણ કચ્છના કઈક સિનિયર જવાબદારોના પણ રીપોર્ટ કાર્ડ મંગાયા હોવાની ચર્ચા
રત્નાકરજી ની કચ્છ મુલાકાત આગામી દિવસો માં કોઈ મોટો રાજકીય ભૂકંપ લાવશે કે કેમ?
ભુજઃ કચ્છના રાજકીય વર્તુળોમાં અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અઢી દિવસની કચ્છ મુલાકાત આગામી દિવસોમાં કોઈ મોટો રાજકીય ભૂકંપ લાવશે કે કેમ?જે નેતાઓએ પોતાની રીતે જ બેઠકો પર ટિકિટો ગોઠવી લીધી છે અથવા તો “આપણને તો ટિકિટ મળી જ ગઈ છે” તેવા ભ્રમમાં રાચીને જમીનથી બે ફૂટ ઊંચા ઊડી રહ્યા છે, તેવા સ્વઘોષિત ટિકિટ વાંચ્છુકો માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે. રત્નાકરજીની આ મુલાકાત અને તેમની કાર્યશૈલી કોઈ સાધારણ મુલાકાત દેખાતી નથી. રાજકીય વિશ્લેષકો કટાક્ષ કરતા કહી રહ્યા છે કે, “આજના જમાનામાં રેલવે સ્ટેશન પર રોકડા પૈસા દઈને લેવાતી મુસાફરીની ટિકિટમાં પણ ઘણી વખત ઇછઝ્ર માં ઊભા રહેવાની સ્થિતિ સર્જાય છે. જ્યારે રેલવેની ટિકિટ પણ પૈસા દેતા સહેલાઈથી નથી મળતી, તો શું વિધાનસભાની ટિકિટો રસ્તામાં પડી છે કે તમે માની લેશો અને તમને મળી જશે?” રત્નાકરજીના કડક વલણ અને સંઘ સાથેની બેઠકોએ હવામાં ઊડતા નેતાઓના પરસેવા છોડાવી દીધા છે.

Comments