અંજારમાં સગીરાને લગ્નની લાલચ આપી લઈ જઈ દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો
ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરા સાથે પરિચય કેળવી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ : લગ્ન કરવાની અને કોઈને વાત ન કરવાની ધમકી આપનાર ભુજના ૩૨ વર્ષીય સાહિલ ઇલિયાસ કુંભારની અંજાર પોલીસે કરી ધરપકડ
ગાંધધામ - કચ્છ ઉદય : અંજારના યાદવનગર વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર બનાવમાં અંજાર પોલીસે ભુજના સાહિલ ઇલિયાસ કુંભાર (ઉં.વ.૩૨)ની ધરપકડ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને તેને લગ્ન કરવાની લાલચ આપી પોતાની સફેદ કલરની કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ સગીરા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો તેમજ આ બાબતે કોઈને જાણ ન કરવા અને લગ્ન કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે સગીરાના પિતાની ફરિયાદના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩૨૬૧૫૦૧ હેઠળ મ્દ્ગજીની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(સ્), ૩૫૧(૨) તથા પોક્સો એક્ટની કલમ ૪(૨), ૬ મુજબ ગુનો નોંધાયો હતો. અંજાર પોલીસે આરોપી સાહિલ ઇલિયાસ કુંભારને તા.૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫ઃ૧૫ વાગ્યે ઝડપી પાડ્યો હતો. ગુનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Comments