Trending News
ક્રાઈમ

ભુજના નર નારાયણ નગરમાં ૩.૬૬ લાખની ઘરફોડ ચોરી

08 November


કબાટમાં તિજોરી ખોલીને સોનાના દાગીના ઉઠાવી જવાયા

ભુજ - કચ્છઉદય : શહેરના નરનારાયણ નગરમાં આવેલ શેરી નં. ૯ ના મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં તિજોરી ખોલીને સોનાના દાગીના ઉઠાવી જવામાં આવ્યા હતા. 
આ બાબતે એ ડીવીઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ બનાવ ર-૯-ર૦ર૬ થી ૧૬-૧૦-ર૦ર૬ દરમ્યાન બન્યો હતો. ફરિયાદી હંસાબેન રવિન્દ્ર દેવરીયાએ પોલીસમાં જણાવ્યું કે, કોઈ ચોર ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં આવેલ તિજોરી ખોલી સોનાના દાગીના જેમાં મંગળસુત્ર વજન આશરે ૬૦.૪૧૦ ગ્રામ તેમજ બુટીનું વજન આશરે ૧૬ ગ્રામ મળી કુલ્લ ૩,૬૬,૭૬૮ ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે મામલે એ ડીવીઝન પોલીસમાં અરજી આપવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો છે.




 

Comments

COMMENT / REPLY FROM