Trending News
સ્થાનિક સમાચાર

હુતાત્મા દિવસ નિમિત્તે ભુજમાં રક્તદાન શિબિર યોજાઈ

06 November




વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ રક્તદાન કરી બલિદાન આપનારા કારસેવકોને શ્રદ્ધાંજલિ અર્પી

ભુજ-કચ્છઉદય : અયોધ્યામાં રામમંદિર આંદોલન દરમિયાન પ્રાણનું બલિદાન આપનારા કારસેવકોની સ્મૃતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા હુતાત્મા દિવસ નિમિત્તે ભુજની જીવન જ્યોત બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કાર્યકરોએ શિબિરમાં જોડાઈ રક્તદાન કરીને સેવાભાવના સાથે હુતાત્માઓને ભાવાંજલિ અર્પી હતી. જિલ્લા મંત્રી નાજાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર આંદોલન વખતે શરદ કોઠારી, રામ કોઠારી સહિત અનેક કારસેવકોએ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. તેમના બલિદાનને સ્મરણમાં રાખીને વર્ષ ૧૯૯૦થી દર વર્ષે હુતાત્મા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજવાની પરંપરા જાળવવામાં આવે છે.
શિબિરના આયોજનમાં સહયોગ બદલ કે.કે. હોસ્પિટલના ડો. ઋગ્વેદ ઠક્કર, ડો. મીતભાઈ ઠક્કર, ડો. તેજસ નકુમ, અરવિંદ ચંદ્રકાંત તેમજ જીવન જ્યોત બ્લડ બેન્કના નિયામક ડો. રમણીકભાઈ પટેલ, વિશનજીભાઈ ભગત અને બ્લડ બેન્કના સમગ્ર સ્ટાફનો પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના વાલી, ધર્મપ્રચાર-પ્રસાર સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક મહાદેવભાઈ વીરા, સેવા વિભાગના દીપકભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ આહીર, રમેશભાઈ આહીર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિરની વ્યવસ્થા બજરંગ દળના જિલ્લા સંયોજક કરણસિંહ જાડેજા અને તેમની ટીમે સંભાળી હતી. 
--------

Comments

COMMENT / REPLY FROM