ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ધન્વંતરિ યજ્ઞ અને પૂજનનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના હેઠળ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે ધનતેરસનાં રોજ આયુર્વેદનાં ભગવાન ધન્વંતરિના યજ્ઞ અને પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા ધ ભુજ બીએએમએસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન અને આરોગ્ય ભારતીની ભુજ શાખાઓ સહયોગી સંસ્થાઓ તરીકે જોડાઈ હતી, જેમાં અત્રેની હોસ્પિટલનાં વૈદ્ય પંચકર્મ બર્થાબેન પી. પટેલ દ્વારા સમગ્ર દેશવાસીઓ ની શારિરીક-માનસિક-સુખાકારી તથા શ્રેષ્ઠ ભારત દેશ માટે પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરી પ્રાસંગીક ઉધબોધન કરવામા આવ્યું. ઉપસ્થિત સર્વે મહેમાનો તથા લોકોનો હૃદયપૂર્વક આભાર મનાયો હતો.
આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ ડો. બર્થાબેન પી. પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. નીનામા, ડો. પાવનભાઈ ગોર, ડો. કુંદનબેન ગઢવી તેમજ તમામ હોસ્પિટલ સ્ટાફએ વિશેષ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત નિવૃત વૈદ્ય પંચકર્મ તેમજ ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. કમલેશ વી. જોશી તથા ધ ભુજ બીએએમએસ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડો. આલાપ અંતાણી, મંત્રી ડો. જીગ્નેશ ઠક્કર, નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડીકલ એસોસિયેશન કચ્છના પ્રમુખ ડો. મેહુલસિંહ ઝાલા, ડો.હિતેશ રંગાણી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના સંઘચાલક હિંમતસિંહભાઈ વસણ અને પશ્ચિમ કચ્છ સમ્પર્ક પ્રમુખ ચિરાગભાઈ કોઠારીએ પણ કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડો. દેવલ જેઠવા અને ડો. આરતી ચંદે એ ધન્વતરિ યજ્ઞ ની વ્યવસ્થા સંભાળી હતી.
આ યજ્ઞમાં ભુજની વિવિધ તબીબી સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. જેમાં નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન ભુજના પ્રમુખ ડો. સમીરભાઈ શાહ અને મંત્રી ડો. દિવ્યરાજસિંહ જાડેજા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ભુજના પ્રમુખ ડો. વિશાલભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન દ્વારા ભગવાન ધન્વંતરિ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાની સાથે આયુર્વેદ અને ભારતીય ચિકિત્સા પરંપરાના ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું. વિવિધ તબીબી સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
-------

Comments