Trending News
સ્થાનિક સમાચાર

ભુજના પુનિતવન ખાતે દીપાવલી સ્નેહમિલનનું આયોજન

06 November


દિનેશભાઈ ઠક્કરના જન્મદિવસની પણ ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ભુજ-કચ્છઉદયઃ મુન્દ્રા રિલાયન્સ સાઇટ નજીક પ્રમુખનગર સ્વામી પાસે આવેલા પુનિત વન ખાતે પુનિત વન ગ્રૂપ દ્વારા દીપાવલી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રૂપના સભ્યોએ એકબીજાને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી પરસ્પર આનંદ અને ઉષ્માભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમ દિનેશભાઈ સી. ઠક્કરના જન્મદિવસ નિમિત્તે વિશેષ બની રહ્યો હતો. ગ્રૂપના ભાઈઓ-બહેનોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પ્રસંગે સેવાભાવી તબીબ ડો. રાજેશ ગૌરી, યોગ ક્ષેત્રે અગ્રણી લત્તાબેન વોરા, ભાજપના અગ્રણી ભરતભાઈ ગોર, ભાજપ તાલુકા મહિલા મોરચાનાં અગ્રણી શર્મિલાબેન પટેલ તથા મસ્ત મસ્તી ખોરના માસ્તર હરેશભાઈ રૂપારેલ સહિત ગ્રૂપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા દિનેશભાઈ ઠક્કર તરફથી કરવામાં આવી હતી. સમગ્ર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી અરવિંદભાઈ કોટક તથા ભુપેન્દ્રભાઈ મહેતાએ સંભાળી હતી. દીપાવલીની શુભેચ્છાઓ અને હળવાશભરી મુલાકાતો સાથે સ્નેહમિલન સંપન્ન થયું હતું. 
---------

Comments

COMMENT / REPLY FROM