Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં મુખના કેન્સરના નિદાન અંગે સીએમઈ સેમિનાર યોજાયો 

03 November



કચ્છી લેવા પટેલ એજ્યુકેશન શ્ મેડીકલ ટ્રસ્ટ સંચાલિત મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ તથા ડેન્ટલ ક્લબ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું 

ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન શ્ મેડીકલ ટ્રસ્ટ સંચાલિત મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ તથા ડેન્ટલ ક્લબ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે હોટલ હિલ વ્યૂ ખાતે નેવીગેટીક ઓરલ ઓન્કોલોજી વિષય પર વિશેષ સીએમઈ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં મુખના કેન્સરનું પ્રારંભિક નિદાન, સ્ક્રીનિંગ પદ્ધતિઓ અને સર્વગ્રાહી ડેન્ટલ કેર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. મુખ્ય વક્તા અને લેવા પટેલ હોસ્પિટલનાં હેડ એન્ડ નેક કેન્સર સર્જરી ફેલો તથા ઈ.એન.ટી. સર્જન ડો. તન્મયી જટાણિયાએ કેન્સરનાં પ્રારંભિક લક્ષણો, પ્રી-મેલિગ્નન્ટ ડિસઓર્ડર્સ અને ડેન્ટલ પ્રેક્ટિસની સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લેવા પટેલ હોસ્પિટલના ડો. ચિંતન મહેતાએ હોસ્પિટલના વિઝન - મિશન તથા અદ્યતન સુવિધાઓ વિશે માહિતી આપી હતી.ડેન્ટલ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ ડો. સમીર શાહ સહિત ભુજ અને આસપાસના અગ્રણી તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોત્તરી સત્રમાં તબીબોએ ઉત્સાહપૂર્વક ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન ડેન્ટલ ક્લબના હોદ્દેદારો ડો. સમીર શાહ, ડો. જીગર ઠક્કર, ડો. મિલિંદ જોશી અને ડો. હિમાંશુ મોરબીયા તેમજ મુખ્ય વક્તા ડો. તન્મયી જટાણિયા અને ડો. ચિંતન મહેતાને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંકલન હોસ્પિટલ અને ડેન્ટલ ક્લબની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ ગોપાલભાઈ ગોરસિયા, મનજીભાઈ પિંડોરિયા, અરજણભાઈ પિંડોરિયાએ જણાવ્યું કે આવા સેમિનારો તબીબી જ્ઞાનના આદાન - પ્રદાન અને જનજાગૃતિ માટે અત્યંત ઉપયોગી અને આવશ્કયક સાબિત થાય છે.
-----

Comments

COMMENT / REPLY FROM