Trending News
ક્રાઈમ

ભુજના સરપટ નાકા પાસે યુવકે અગનપછેડી ઓઢી

03 November



ભૂકંપ બાદ રેલવે સ્ટેશનેથી મળ્યો હતો : માનસિક રોગની સારવાર ચાલુ હતી : આજે સવારે કોઈ કારણોસર પગલું ભરી લેતા અરેરાટી

ભુજ - કચ્છઉદય : શહેરના સરપટ નાકા વિસ્તારમાં રહેતા એક યુવકે આજે સવારે અગનપછેડી ઓઢી લેતા ચકચાર મચી ગઈ હતી. સ્થળ પર તેનું મોત થયું હતું. બનાવને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી. 
આ બાબતે સ્થાનીકેથી જાણવા મળતી વિગતો મુજબ હતભાગી યુવકનું નામ અકબર હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના બે થી ત્રણ વર્ષ બાદ તે રેલવે સ્ટેશન પાસે રખડતો હતો. એકલો હોવાથી અહીં રહેતા અમીનાબેન દ્વારા તેની સંભાળ રાખવામાં આવી હતી. ર૦૦૪ થી સરપટ ગેટમાં અમીનાબેનના ઘરે તે રહેતો હતો. છેલ્લા છ મહિનાથી તેની માનસિક રોગની દવા ચાલુ હતી. આ દરમ્યાન આજે સવારે તે જયાં રહેતો હતો. ત્યાં કોઈ કારણોસર અગનપછેડી ઓઢી લીધી હતી. ગંભીર રીતે દાઝી જવાના કારણે સ્થળ પર જ તેનું મોત થયું હતું. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના સોશિયલ મીડીયામાં અલગ અલગ મેસેજ ફરતા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

Comments

COMMENT / REPLY FROM