મોથાળા ગામના હંજડા તળાવના કૂવા પર અવાડા માટે પાણી ખેંચવા મોટરની વ્યવસ્થા કરાઈ
મોથાળા - કચ્છઉદય : નખત્રાણા રોડ ઉપર આવેલા મોથાળા ગામના હંજડા તળાવ ખાતે કૂવા અને અવાડાની સુવિધા ઉપલબ્ધ છે. કૂવામાંથી પાણી ખેંચવા માટે મહેશ્વરી રમેશભાઈ નાનજીભાઈ દ્વારા હંગામી ધોરણે મોટર લગાવી આપવામાં આવી હતી. સેવાકીય સહયોગ બદલ ગામના સરપંચ વિનોદભાઈ ડાભીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મોથાળા ગામમાં સરપંચ વિનોદભાઈ ડાભીના પ્રયાસોથી રસ્તાઓ સહિતની વિવિધ પાયાની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. ગામના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા તથા ગુજરાત સરકારના સહયોગથી તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગામના વિકાસકાર્યોને આગળ ધપાવવા સરપંચ દ્વારા રાત-દિવસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
-----

Comments