Trending News
ક્રાઈમ

ગાંધીધામના આર્મી કેમ્પમાં ગેરકાયદે પ્રવેશ કરનાર યુવક સામે ગુનો નોંધાયો

03 November


કાંટાળી તાર નીચેથી ઘૂસી ગયો હતો યુવક : ૯૪ મીડિયમ રેજિમેન્ટના જવાનની ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી

ગાંધીધામ : ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં આવેલા સંવેદનશીલ આર્મી કેમ્પમાં સુરક્ષાના નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના બનાવે ચકચાર જગાવી છે. કેમ્પની કાંટાળી તારની વાડ નીચેથી અંદર ઘૂસી ગયેલા ભરત નામના યુવક સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગળપાદર સ્થિત ૯૪ મીડિયમ રેજિમેન્ટના આર્મી કેમ્પમાં ફરજ બજાવતા સતિષકુમાર તિલકરાજ ચૌધરીએ પોલીસને આપેલી જાણ મુજબ, ગત રોજ સવારે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં ભરત નામનો યુવક કેમ્પની કાંટાળી તારની વાડ નીચેથી અંદર પ્રવેશી ગયો હતો. આર્મી કેમ્પ જેવા સંવેદનશીલ અને સુરક્ષિત વિસ્તારમાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના પ્રવેશ કરવો ગંભીર બાબત હોવાથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે નોંધ કરી હતી. આ મામલે એ.એસ.આઈ. દેવજીભાઈ ગામેતી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવક કયા કારણોસર કેમ્પમાં પ્રવેશ્યો હતો તે સહિતની બાબતો તપાસનો વિષય બની છે. 

Comments

COMMENT / REPLY FROM