Trending News
સ્થાનિક સમાચાર

માંડવીમાં ૧૯ નવેમ્બરે ૮૮મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાશે

03 November


માંડવી - કચ્છઉદય : લોહાણા બોર્ડિંગ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ કચ્છ ઝોન-૫ના સાંનિધ્યમાં સર્વજ્ઞાતિજનો માટે ૮૮મા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન ૧૯ નવેમ્બર, ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. માંડવી સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા શ્રી માંડવી લોહાણા બોર્ડિંગ ખાતે સવારે ૯ઃ૩૦થી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા સુધી યોજાનારા કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પમાં સહયોગી દાતાશ્રી તરીકે કચ્છના તેરા ગામના રાધાબેન શીવદાસ ગણાત્રા પરિવારના નીતીનભાઈ શીવદાસ ગણાત્રા તથા આશાબેન નીતીનભાઈ ગણાત્રાએ સહયોગ આપ્યો છે. આ પ્રસંગે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણીના માર્ગદર્શન હેઠળ કચ્છ ઝોન-૫ના પ્રમુખ અશોકભાઈ કારીયા, પ્રભારી ધવલભાઈ આચાર્ય તથા અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશભાઈ નરશી ઠક્કર ઉપસ્થિત રહેશે. કેમ્પમાં દરેક જ્ઞાતિના જરૂરિયાતમંદ દર્દીઓ નિઃશુલ્ક નેત્રમણિની સુવિધાનો લાભ લઈ શકશે. દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. નેત્રમણિના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવશે. લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. વધુ માહિતી માટે પ્રમુખ હરિશ શીવજી ગણાત્રા મો. ૯૮૨૫૩ ૨૪૭૪૦ તથા સહમંત્રી હસમુખ ઠક્કર મો. ૯૮૨૫૩ ૬૮૩૪૪ અથવા ફોન નં. ૦૨૮૩૪ - ૨૨૨૨૮૦ પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવ્યુ છે. 
---------

Comments

COMMENT / REPLY FROM