નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસની ‘શી ટીમ’ તૈનાત
ગાંધીધામ - કચ્છઉદય : નવરાત્રી પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં ભાગ લેવા આવતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ‘શી ટીમ’ તૈનાત કરવામાં આવી છે. ગરબા સ્થળો સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં ટીમ દ્વારા સતત નજર રાખી મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. મહિલાઓ અને યુવતીઓ કોઈપણ પ્રકારની છેડતી કે અસામાજિક પ્રવૃત્તિનો ભોગ ન બને તે માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સતર્ક રહી સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય અથવા મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
-----------

Comments