Trending News
સ્થાનિક સમાચાર

માધાપરમાં વીર વિતરાગ ધામનું ભૂમિપૂજન કરાયું

12 October



ભુજ - કચ્છઉદય : માધાપર મુકામે વીર વિતરાગ ધામ એટલે કે “વિવિધા” વિવિધલક્ષી સંકુલના નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રસંગોને અનુલક્ષીને ભૂમિ દાતા દ્વારા માતબર રકમનું દાન આપી પરિવાર શશીકાંતભાઈ ખીમજીભાઈ મોરબીયા તથા માતૃશ્રી દિવાળીબેન ચુનીલાલ સાકરચંદ મહેતાના સહયોગથી ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલ હતું. વર્ધમાન સ્થા. સંઘ - માધાપર દ્વારા સંચાલિત આ ભવ્ય અને દિવ્ય વીર વીતરાગ ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ મનીષભાઈ મોરબીયા તેમજ દાતા પરિવારના સભ્યો વિનોદભાઈ ત્રિભોવન મહેતા, ડો. રૂપાલીબેન શશીકાંત મોરબીયા, સંજયભાઈ લક્ષ્મીચંદભાઈ વોરા સાથે મુખ્ય મહેમાન જીગ્નેશભાઈ દોશી - અંજાર, રમણીકભાઈ છાડવા, જીગરભાઈ છેડા, કૈલાશભાઈ દલિચંદ મહેતા, ભોગીલાલ મહેતા - મુન્દ્રા, સ્મિતભાઈ ઝવેરી, જીતેન્દ્રભાઈ ખંડોલ, ડો. મુકેશભાઈ ચંદે, અશ્વિનભાઈ લોદરીયા, સુરેશભાઈ મહેતા, સંઘ પ્રમુખ વસંતભાઈ ભાભેરા, નરેન્દ્રભાઈ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. હિતેશભાઈ ખંડોલે વિશેષ માહિતી આપી હતી કેે ધન્ય ધરા માધાપરની છે કે એક તપ, જપ આરાધના સાથે જૈન શાસન ભક્તિના કાર્યો માટે આ સંકુલ ખુબજ ઉપયોગી સાબિત થશે અને તેમની ટેલ સાથેના ઉત્સાહના વિવિધ નકરામાં દાતા પરિવારો વરસી પડ્યા હતા. તેમાં મુખ્ય વિવિધલક્ષી હોલના જીગ્નેશભાઈ રમણીકલાલ દોશી - અંજાર અને હિંમતલાલ માવજીભાઈ ખંડોલ પરિવારે લાભ લીધો હતો. વિવિધા ઓફીસમાં વાડીલાલ પરષોતમભાઈ શાહ પરિવાર, અન્નપૂર્ણા રૂમમાં માતૃશ્રી પ્રભાબેન ચુનીલાલ કોરડીયા પરિવારે લાભ લીધો હતો. સ્વરૂપચંદ માણેકચંદ ભાભેરા પરિવારે  બે રૂમ અને ગાંધી ભરતભાઈ ચંદુલાલે એક રૂમ, કમલેશભાઈ સંઘવી પરિવારે એક રૂમ, તારાચંદભાઈ જગશીભાઈ છેડા પરિવારે  એક રૂમ, રમણિકભાઈ છાડવા પરિવાર એક રૂમ, દલીચંદભાઈ તથા રમણિકભાઈ પરિવારે સંયુક્ત એક રૂમનો લાભ લીધો હતો. આમ વિવિધ નકરામાં લાભ લઈને લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી હતી સાથે સાથે સહયોગી દાનનો પણ પ્રવાહ અવિરત રહ્યો હતો, જેમાં ડો. બી.બી. મહેતા પરિવાર, ભારતીબેન ભાઈલાલ શેઠ પરિવાર, મીતાબેન મહેશભાઈ ખંડોલ, માતૃશ્રી તારાબેન પ્રભુલાલ ભાભેરા પરિવાર, પ્રવીણભાઈ નંદુભાઈ ગાલા ત્રંબો (મુંબઈ) વિગેરે લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.
સ્વાગત પ્રવચન વસંતભાઈ ભાભેરાએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન જીતેન્દ્રભાઈ ખંડોલ, હિતેશભાઈ ખંડોલ તેમજ અધ્યક્ષ મનીષભાઈ શશીકાંતભાઈ મોરબીયાએ કર્યું હતું. સંચાલન મહેશભાઈ ખંડોલ અને મુકેશભાઈ શાહ, કમલેશ કોરડીયા, દિપેશભાઈ મહેતા, જીગ્નેશભાઈ ગાંધી તથા પ્રિતેશભાઈ વિગેરે ટ્રસ્ટી દ્વારા દાતા અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે દરેક આવનાર શ્રાવક- શ્રાવિકાઓનું કંકુ તિલક દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વીબીસી યુવક મંડળ - માધાપર સાથે જીગ્નેશ કોરડીયા, સુમિત કુબડીયા, કિશોર વોરા, હેત ભાભેરા, વિનય મહેતા, ઉદય સંઘવી, જૈનમ સંઘવી, કિશોર ભાભેરા, વિરલ મહેતા, ઋષિ કોરડીયા, ધન્ય ખંડોલ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
----------

Comments

COMMENT / REPLY FROM