નેત્રા જિલ્લા પંચાયત સભ્યની રજૂઆતોના પગલે ૧ કરોડ ર૬ લાખથી વધુ પાણી માટે રકમ મજૂર
દસ ગામોને જોડતી લાઈન બદલવા ૬૬ લાખના કામનો પ્રારંભ : નેત્રા - રવાપર બોરવેલ પાણી માટે ૧૦ ટકા લોકફાળો ભરાય વધુ ૬૦ લાખના કામો કરાશે : નેહા રૂપારેલ
રવાપર (તા. નખત્રાણા) : કચ્છ જિલ્લા પંચાયતની નેત્રા જિલ્લા પંચાયતના સભ્ય નેહા અશ્વિન રૂપારેલ દ્વારા પ્રથમ પદ નહીં પાણી આપો સાથે આ વિસ્તારની મુખ્ય સમસ્યા પાણી પુરવઠા બોર્ડ અને જિલ્લા સમાહર્તાને કોંગ્રેસ કચ્છના નેતૃત્વ દ્વારા રજૂઆતના પગલે ખીરસરા સંપની ૪૦૦ની લાઈનમાં નાગવીરી ખાતેથી ૧૧૭૭ મીટર લાઈન બદલવા ૬૬ લાખ ઉપરાંતની રકમ મંજૂર થતાં કામની શરૂઆત કરવામાં આવી હતી. જયારે નેત્રા મફતનગર ખાતે રવાપર ખાતે અલગ બોરવેલની તા. ર૯-૬-ર૬ના રજૂઆતના પગલે નખત્રાણાના ડેઈજનેર પ્રજાપતિ દ્વારા ૩૩,૮૯,૬૦ની અને દયાપર ડે ઈજનેર ચૌધરી દ્વારા રવાપર માટે ર૬ લાખ ૬૯ હજાર રકમ મંજૂર કરી ૧૦ ટકા લોકફાળાની પ્રક્રિયા થયે વધુ ૬૦ લાખના કામોની શરૂઆત હાથ ધરાશે. આ બાબતે જીએમડીસીને સીએસઆર અને રવાપર - નેત્રા ગ્રામ પંચાયત કે તાલુકા કક્ષાએ લોકફાળા માટે રજૂઆત કરાઈ છે, ત્યારે મન હોય તો માંડવે જવાય તેમ ત્રણ માસના સમયગાળામાં ૧,ર૬,૬૭,પ૧૬ની એક માત્ર પાણી માટેની યોજનાથી આ વિસ્તારમાં પાણી સમસ્યા હલ થશે. સમગ્ર રકમ ફાળવવા જિલ્લા કક્ષાએથી કાર્ય પાલક ઈજનેર કે.એન. મેવાડા દ્વારા જહેમત ઉઠાવી સહયોગ બદલ તંત્રે કૈલાસબેન મેવાડા અને ટીમનો આભાર માન્યો હતો. કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, વિપક્ષીનેતા જિલ્લા પંચાયત રાજેશ આહિર, રામદેવસિંહ જાડેજા, વેરશી મહેશ્વરી, અંજલિ ગોર, તા.પં. સભ્યો અશ્વિન રૂપારેલ, ઓસમાણ સુમરા, સરપંચ પરેશ રૂપારેલ, નેત્રા સરપંચ બહાદુરસિંહ જાડેજા સહિત સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. પાંચ વર્ષ જૂની આ લાઈન બદલવાથી નાગવીરી, રવાપર, ઘડાણી, હરિપર, વાલ્કા, પાનેલી, મેઘપર, ઝુમારા સહિતના વિસ્તારને ફાયદો થશે તેવું નેહા અશ્વિન રૂપારેલની યાદીમાં જણાવ્યું છે.
----

Comments