વાલીઓને વિદ્યાર્થીઓના ભણતર અંગે સજાગ રહે
શેઠ વી. ડી. હાઈસ્કુલ ભુજ ખાતે શાળાના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ તથા વાલીઓની મીટીંગ મળી
ભુજ - કચ્છઉદય : શેઠ ડુંગરશી નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વી. ડી. હાઈસ્કુલ ભુજ ખાતે શાળાના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ તથા વાલીઓની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. કાયમી ટ્રસ્ટી દિનેશભાઈ ઠક્કર, પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, મહામંત્રી ડૉ. ઉર્મિલભાઈ હાથી, સભ્યો હંસાબેન, સંધ્યાબેન, બેલાબેન, ભરતભાઈ, અભિલાષભાઈ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમનું ઉદબોધન શાળાના સુપરવાઈઝર અજીતભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવેલું હતું. ડૉ. ઉર્મિલભાઈ હાથી તેમજ ડૉ. મુકેશભાઈ ચંદે દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓના ભણતર અંગે સજાગ રહેવાનું તથા સતત વિદ્યાર્થીને દરરોજનું અધ્યયન કાર્ય અંગે પૂછપરછ કરી તેમણે અધ્યયન અંગે પ્રોત્સાહિત કર્યા હતા. ઈન્ચાર્જ આચાર્ય અજીતભાઈ ભાનુશાલી દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવેલ કે વિદ્યાર્થીઓના સૂચનો છે. કોઇ પણ ડર વગર નામનો ઉલ્લેખ કર્યા વગર સૂચન પેટીમાં મૂકશો. આ અંંગે આવનારી વાલી મિટિંગમાં સૂચનોને ધ્યાનમાં રાખી તે મુજબ કાર્ય કરવામાં આવશે. સંચાલન નિધિબેન અશ્વિનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીતનું ગાન હીરવાબેન ધ્વનિલભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવેલ હતું.
-----

Comments