Trending News
ક્રાઈમ

ચાંદ્રોડા સીમમાંથી દેશી બનાવટની બંદૂક સાથે ૩ આરોપી ઝડપાયા

08 October



અંજાર પોલીસની બાતમી આધારે કાર્યવાહીઃ દિનેશ દેવીપુજક, કાંતી દેવીપુજક અને અરવિંદ દેવીપુજક ઝડપાયા

અંજાર-મુન્દ્રા હાઇવે નજીક ચાંદ્રોડા ગામની જન્ડાઈ સીમમાંથી અંજાર પોલીસે ચોક્કસ બાતમીના આધારે દેશી હાથ બનાવટની બંદૂક સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓમાં દિનેશ વેલજીભાઈ દેવીપુજક (૨૧), કાંતી લખમણભાઈ દેવીપુજક (૩૬) અને અરવિંદ વેલજીભાઈ દેવીપુજક (૨૮)નો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી બંદૂક, દારૂગોળાનો પાવડર, ધાતુના ટુકડા, બે મોબાઈલ અને મોટરસાઇકલ મળી કુલ રૂ.૪૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી PI એચ.એ. જાડેજા, PSI એસ.જી. વાળા અને અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

Comments

COMMENT / REPLY FROM