Trending News
સ્થાનિક સમાચાર

ભુજ અને માધાપરના સીનિયર સિટીઝન અને આયુષ્યમાન ભારત કાર્ડ ધારકો માટે આયોજિત ‘કાર્ડ વિતરણ કેમ્પ’ સંપન્ન 

08 October



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ ખંડોરના કાર્યાલય ‘વિકસિત ભારત જન સેવાલય’ ખાતે આયોજિત કેમ્પ દરમિયાન તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કલર પ્રિન્ટ અને લેમિનેશન વાળા ‘સિનિયર સિટીઝન કાર્ડ’ તથા ‘આયુષ્યમાન ભારત કાર્ડ’નું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપના મંત્રી પરેશભાઈ ભાનુશાળી તેમજ ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર, શહેરના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જીગરભાઈ શાહ, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ આકીબભાઈ બાયડ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ અને માધાપર વિસ્તારના તથા કાર્ડ યોજનાના લાભાર્થીઓ માટે એક વિશેષ કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપીને પોતાની યોજનાના કાર્ડ મેળવ્યા હતા. 
હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છના નાનામાં નાના લોકો સુધી કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે. લાભ લેવા માંગતા લોકો માટે ભુજ મધ્યે સ્થિત ‘વિકસિત ભારત જન સેવાલય’ ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ (તથા ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ), સિનિયર સિટીઝન કાર્ડ (વરિષ્ઠ નાગરિક કાર્ડ), ઈ-શ્રમ કાર્ડ, રેશન કાર્ડ ઈ-કેવાયસી, ખેડૂત ઈ-કેવાયસી અને ખેડૂત ફાર્મર રજિસ્ટર આઈ, વહાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, કુવરબાઈ મામેરું યોજના,પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આધાર કાર્ડમાં એડ્રેસ સુધારો, ૧૦% અનામત દાખલો અંગે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે. આ યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આવક દાખલો, જાતિ દાખલો (લાગુ પડે તો) અને બેંક ચોપડીની ૧-૧ ઝેરોક્ષ તથા ઓરિજિનલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે.
કેમ્પમાં પધારેલા તમામ લાભાર્થીઓએ આ વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુ માહિતી માટે વિકસિત ભારત જન સેવાલય, હોસ્પિટલ રોડ, ભુજનો ૮૭૯૯૧ ૧૬૬૧૦ તથા ૭૫૬૭૫ ૫૧૨૩૪નો સંપર્ક કરવા જણાવાયુું છે.
----------

Comments

COMMENT / REPLY FROM