Trending News
સ્થાનિક સમાચાર

પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા માતાનામઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

08 October


ભુજ - કચ્છઉદય : દર વર્ષની જેમ આ વર્ષે પણ પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા માતાનામઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા કેમ્પ દરમિયાન પદયાત્રીઓની સલામતીને પ્રાથમિકતા આપીને માર્ગ પર રિફ્લેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી રાત્રિના સમયે વાહન ચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય. ઉપરાંત લાંબી પદયાત્રાથી થાકેલા યાત્રિકોને રાહત મળે તે માટે ફ્રુટી અને છાશની સુવિધા તેમજ નાસ્તો અને ફ્રુટની વ્યવસ્થા કરવામાં આવી હતી. પેરેડાઇઝ ફાઉન્ડેશનના સભ્યો અને કાર્યકરો દ્વારા કેમ્પ દરમિયાન પદયાત્રીઓની સેવા કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સંસ્થાના આ સેવાભાવી પ્રયાસને પદયાત્રીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો. આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે પેરેડાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક શનિ બુચિયા, પિયુષ શ્રીવાસ્તવ, પ્રમુખ હેતલ સોલંકી, જયશ્રી કેવલાની, વિક્રમ દુલગચ, સ્મિત ઠક્કર, રાજેશ વાઘેલા, પ્રિતી મોમાયા, હિરલ સોલંકી અને શિવરાજસિંહ જાડેજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા સમાજહિત અને જનસેવાના કાર્યોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદો તથા શ્રદ્ધાળુઓ માટે આવા સેવાકીય આયોજનો કરવામાં આવશે તેમ જણાવાયું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM