સાંસદ વિનોદભાઇ ચાવડા માતાનામઢ સુધી કરશે પદયાત્રા
ભુજ - કચ્છઉદય : કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢમાં બિરાજમાન માં આશાપુરાના દર્શનાર્થે પદયાત્રી, સાઇકલ અને વાહનોથી લાખો માઈ ભક્ત દર્શનાર્થે જાય છે ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ પોતાના શુભેચ્છકો, માઈભક્તો સાથે પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ તા.૮/૧૦ના ગુરૂવારે સાંજે ૬ કલાકે મિરજાપર હુન્ડાઇ શો રૂમ પાસે આવેલ માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ ભુજથી પ્રસ્થાન કરશે.
સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ પ્રત્યેની સંવેદના અને સરકારી યોજનાઓની ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે મેડિકલ સુવિધા, તેમના બેગ ઉપર અકસ્માતને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદે લોક અપીલ પણ કરી છે. માઈ આશાપુરાના દર્શને પદયાત્રા દરમ્યાન વિવિધ કેમ્પોની મુલાકાત લેશે અને તેમની સેવા ભાવનાને બિરદાવશે.
----------

Comments