રાજ્ય કક્ષાએ અંડર-૧૯ રગ્બીમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર-ભુજ શાળાની વિદ્યાર્થિનીઓની જીત
ભુજ - કચ્છઉદય : રમત-ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રગ્બી અંડર-૧૯ રાજ્ય કક્ષાની સ્પર્ધા ગાંધીનગર મુકામે યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ વિજેતા થઈ અને ગાંધીનગર મુકામે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર રાજ્યમાં વિજેતા થઇ સંસ્થા તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલું છે. વિજેતા ટીમમાં તાન્યા કાનજીભાઈ હાલાઈ, શ્રુતિ માવજીભાઈ હાલાઈ, જશવંતી ઘનશ્યામભાઈ રાબડીયા, કિંજલ પ્રવિણભાઈ ભુવા, હેમાંશી હરીભાઈ ચાડ, પ્રીન્સી રમણિકભાઈ સોરઠીયા, ઉપાસના કિર્તનભાઈ પટેલ સામેલ છે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ, મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
------------

Comments