Trending News
સ્થાનિક સમાચાર

ભુજની આર. આર. લાલન કોલેજના ૪૫ વિદ્યાર્થીઓની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ

26 September


ભુજ - કચ્છઉદય : આર. આર. લાલન કૉલેજમાં ચાલતી ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ પૂર્ણ થઈ હતી. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અને તેમને રોજગાર મેળવવામાં સક્ષમ બનાવવા માટે કૉલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલા સાહેબના માર્ગદર્શનથી ગુજરાત સરકાર સંચાલિત કેસીજીના બેનર હેઠળ આ તાલીમ શરૂ થઈ હતી. ૨૦ દિવસની આ ટ્રેનિંગ અંતર્ગત કૉલેજમાં જુદાં જુદાં વિષયો સાથે સેમેસ્ટર -૩ અને ૫ માં અભ્યાસ કરતા કુલ ૩૭ વિદ્યાર્થીઓને ઈંગ્લિશ સ્કીલ અને લાઈફ સ્કીલની તાલીમ આપવામાં આવી. 
કોલેજમાં યોજાયેલ આ તાલીમના સમાપન સમારોહમાં આરંભે વિદ્યાર્થીઓએ લઘુ નાટિકાના માધ્યમથી આ ૨૦ દિવસીયતાલીમમાંથી તેઓ શું શું શીખ્યા તેની સર્જનાત્મક પ્રસ્તુતિ કરી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપ્યા અને તાલીમમાંતજજ્ઞ ટ્રેનર તરીકે પધારેલ ઉત્પલાબેન વૈદ્યપ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ ઉત્પલાબેન વૈદ્યે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી. ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રકલ્પના સભ્યો ડૉ. રાજેન્દ્રકુમાર બાંભણિયા, પ્રોફે. કૌસ્તુભ મિશ્રા, ડૉ. અત્રિ રાજગોર, ડૉ. આભા ત્રિપાઠીએ કૉલેજ વતી ટ્રેનર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંતે આ સમાપન સમારોહના અધ્યક્ષ એવા કોલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલાએ આ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અને જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તથા કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રકારના કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થઈ પોતાનું અધિત અને કાબેલિયત વધારે એ માટે આહ્‌વાન આપ્યું હતું.
----------

Comments

COMMENT / REPLY FROM