નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલની ઓવરલોડ વાહનચાલકો પર સર્જિકલ સ્ટ્રાઈક
ખનીજ ચોરી બાદ હવે ઓવરલોડના દૂષણ પર સપાટો
હાજીપીર-દેસલપર રોડ પરથી ૧૦ વાહનો ડીટેઈન : બિનઅધિકૃત ખનીજ ચોરી બાદ હવે ઓવરલોડ મીઠું ભરેલા વાહનો પર તંત્રની ભીંસ વધતા ભૂમાફિયાઓ અને વાહનચાલકોમાં ભારે ફફડાટ
નખત્રાણા - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના સરહદી અને સંવેદનશીલ એવા નખત્રાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવા તથા સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા ભૂમાફિયાઓ પર કડક ધાક બેસાડીને લાખો-કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ, હવે તેમણે રસ્તાઓને બિસ્માર બનાવતા અને અકસ્માતને નોતરતા ઓવરલોડ વાહનો પર પોતાનો સપાટો બોલાવ્યો છે. પ્રાંત અધિકારીની આ કડક અને નિષ્ઠાવાન કામગીરીને કારણે સમગ્ર વિસ્તારના ખનીજ માફિયાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હાજીપીર થી દેસલપર તરફ જતા મુખ્ય માર્ગ પરથી મોટા પ્રમાણમાં ક્ષમતા કરતા વધુ માલ ભરીને દોડતા ભારે વાહનોના કારણે સ્થાનિક લોકોને અતિશય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઓવરલોડ વાહનોના કારણે માર્ગો તૂટી જવા ઉપરાંત અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. આ લોકફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ એક ખાસ યોજના ઘડી કાઢવામાં આવી હતી. જેના ભાગરૂપે તાજેતરમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન હાજીપીર દેસલપર રોડ પર અચાનક જ સંયુક્ત ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી, નખત્રાણાની સંયુક્ત ટીમ દ્વારા મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા આ સરપ્રાઇઝ ચેકિંગ ઓપરેશનથી વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઓપરેશન દરમિયાન માર્ગ પરથી પસાર થતા તમામ શકમંદ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં મીઠું ભરીને જઈ રહેલા કુલ ૧૦ જેટલા ઓવરલોડ વાહનોને સ્થળ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી ઓવરલોડ વાહનોના સંચાલકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
તંત્ર દ્વારા તમામ ૧૦ ઓવરલોડ વાહનોને સ્થળ પર જ ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા અને આગળની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી અર્થે આર.ટી.ઓ. વિભાગને સોંપવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીની આ દિલેરીપૂર્વકની અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈને સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. વહીવટી તંત્રની આ કડક
અનુસંધાન પાના નં.૫ પર

Comments