Trending News
સ્થાનિક સમાચાર

નવા કંડલામાં યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત ગળા અને કાન પર ઈજાના નિશાન : તપાસ શરૂ

26 September



તો સામખીયાળીમાં ૧૯ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી : જયારે કાનમેર નજીક શિફ્ટિંગ કામ દરમિયાન વીજ થાંભલો ધરાશાયીઃ શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત : તો  પડાણાની ઉમિયા વુડ ફેક્ટરીમાં કામ કરતા ૬૩ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ગાંધીધામ : નવા કંડલાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા સલીમ હુશેન જામ (ઉં.વ. ૩૦) નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રામબાગ હોસ્પિટલ 
આદિપુરના ડો. કિર્તન શાહે પોલીસને જાણ કરી હતી કે મૃતકના પિતા હુશેન સિદીક જામ તેમને સારવાર માટે લાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતકના ગળા પર તેમજ ડાબા કાન ઉપર ઈજાના નિશાન મળી આવ્યા છે. કંડલા મરીન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઇન્ક્‌વેસ્ટ માટે જાણ કરી પો.હેડ.કોન્સ. ગોકળભાઈ વિરજીભાઈને તપાસ સોંપી છે.બીજીતરફ સામખીયાળી ખાતે આશોપાલવ ગેસ્ટ હાઉસની પાછળ રહેતા ૧૯ વર્ષીય તોહિક અબ્દુલભાઈ કુંભારે પોતાના ઘરે પતરાવાળી છતના લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.મૃતકના મોટાબાપા જુમાભાઈ ઇસ્માઇલભાઈ કુંભારે સામખીયાળી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોબ્ત  (બીએનએસએસ ૧૯૪) નો ગુનો દાખલ કર્યો છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હુકમથી ઇન્ક્‌વેસ્ટ પંચનામું કરી લાકડીયા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી મૃતેહ સ્વજનોને સોંપાયો છે. આપઘાતનું કારણ અબંધિત રહેતાં પીએસઆઈ જી.ડી. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે. તો વળી રાપર તાલુકાના કાનમેર ગામના રબારી વાસ પાસે કામ કરી રહેલા એક શ્રમિક પર અચાનક વીજ થાંભલો તૂટી પડતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક હેમસિંગ ભગવાનસિંગ રાજપૂત (ઉં.વ. ૩૮, રહે. રાજસ્થાન) થાંભલા પર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક થાંભલો તૂટી જતાં તે નીચે પટકાયો હતો. પલાસવા હોસ્પિટલના ડો. સી. વિપુલભાઈ ચૌધરીની જાણના આધારે ગાગોદર પોલીસે અકસ્માતે મોતનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામઃ ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે આવેલ ઉમિયા વુડમાં રહેતા શ્યામભાઈ લાલરામ (ઉં.વ. ૬૩) નું અચાનક શ્વાસ ચડતાં મોત નિપજ્યું છે. મૃતકના સંબંધી લાલટુન રામે જણાવ્યું કે, શ્યામભાઈને છાતીમાં અચાનક દુખાવો 
ઉપડતાં દવા લીધી હતી. ત્યારબાદ તેમને શ્વાસ ચડતાં બેભાન થઈ ગયા હતા. રામબાગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન 
પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM