ભુજ લોહાણા મહાજન દ્વારા ‘ગરિમાપૂર્ણ નવરાત્રી ૨૦૨૬’ના આયોજન અંગે યોજાઈ મિટિંગ
સભ્ય કુપનનું કરાયું ભવ્ય વિમોચન
ભુજ - કચ્છઉદય : ભુજ લોહાણા મહાજન આયોજિત તેમજ ભુજ લોહાણા યુવા મંડળ અને ભુજ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભક્તિ અને આરાધનાનો પર્વ "ગરિમાપૂર્ણ નવરાત્રી ૨૦૨૬"ના આયોજન અંગે મિટિંગ અને સભ્ય કુપનનું ભવ્ય વિમોચન શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીંવડીવાલા) લોહાણા મહાજન વાડી રૂખાણા હોલ ખાતે કરાયું હતું.
આગામી ભક્તિ, શક્તિ અને આરાધનાના પાવન પર્વ "ગરિમાપૂર્ણ નવરાત્રી - ૨૦૨૬"ના ભવ્ય અને સુચારુ આયોજનના ભાગરૂપે કાર્યકમની દીપ પ્રાગટ્ય વિધિ ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતીરા, મંત્રી કમલ કારીયા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, ગરિમાપૂર્ણ નવરાત્રી ૨૦૨૬ના પ્રોજેક્ટ ચેરમેન ધીરેન ભાનુભાઇ ઠક્કર, કો-પ્રોજેક્ટ ચેરમેન અલ્પેશભાઈ ચંદે, કો-ઓર્ડિનેટર હર્ષદભાઈ ભીંડે, સહમંત્રી પ્રફુલાબેન કોટક, ભુજ લોહાણા મહિલા મંડળના મંત્રી તેજલબેન તન્ના, ભુજ લોહાણા યુવા મંડળના પ્રમુખ નીલભાઈ સચદે, ટીમ જીરોના કપિલભાઈ દૈયા, બરશાના ગ્રુપના રિશીભાઈ ઠક્કર, વીએમ ગ્રુપના નવિનભાઈ આઇયા,રાજ આઇસક્રીમના તરૂણભાઈ ઠક્કર,ઉષા ગ્રુપના વિનયભાઈ રેલોન, માધાપર લોહાણા મહાજન પ્રમુખ હિતેશભાઈ મજીઠીયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ નવરાત્રીના આયોજનની સંપૂર્ણ માહિતી ડૉ. મુકેશભાઈ ચંદે, હર્પદભાઈ ભીન્ડે, નીલભાઈ સચદે, તેજલબેન તન્ના તથા મનોજભાઇ ઠક્કર, જયસુખભાઈ માણેક વગેરેએ અલગ અલગ રીતે આપી હતી. સભ્ય કુપનનું ભવ્ય વિમોચન ઉપસ્થિત મહેમાનો તથા મહિલા આશ્રમ પ્રમુખ ચેતનભાઈ બારૂ, નગરસેવા સદન ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, નગરસેવક હિરેનભાઇ ઠક્કર, નગરસેવિકા ધ્વનીબેન ગણાત્રા, વીમીબેન ઠક્કર, રશ્મિકાન્તભાઈ ઠક્કર, વિરાગભાઈ શેઠ, યુવા મંડળ મંત્રી નમનભાઈ ઠક્કર વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિમોચન બાદ સભ્ય કૂપનની પહેલ પ્રો. ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને નગરસેવક હિરેનભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી, જેમાં સહુપ્રથમ ઉપસ્થિત બાલિકાને પ્રથમ બે કૂપન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ આયોજન મીટિંગમાં ઉપસ્થિત રહેલ તમામ માતા અને દિકરિઓને વિનયભાઈ રેલોન (ઉષા ગ્રુપ) તરફથી એક એક ઇનામી કુપન તેમના તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવેલ તેમજ ઉપસ્થિત જ્ઞાતિજનો તથા સલગ્ન સંસ્થા યોગદાન આપ્યું હતું. ધીરેન બી. ઠક્કર ૪૦૦, હિરેન બી. ઠક્કર ૧૦૦, ખાવડા લોહાણા મહાજન ૧૦૦, ભુજ લોહાણા યુવા મંડળ ૫૦૦, વાગડ રઘુવંશી પરિવાર ૩૦૦, માધાપર લોહાણા મહાજન ૨૦૦, ભુજ લોહાણા મહિલા મંડળ ૧૦૦, વિનયભાઈ રેલોન ૧૦૦, ઉત્તર ગુજરાત પરિવાર ૯૯, સંસ્કારનગર રઘુવંશી પરિવાર (નરેન્દ્રભાઇ ઠક્કર) ૫૦, ડો. મુકેશભાઈ ચંદે ૫૧, હરેશભાઈ કતીરા ૫૧, કમલભાઈ કારીઆ રપ, ચેતનભાઇ બારું ર૫, શિવ કૃપા નગર ૫૦, હર્ષદ ઠક્કર (હકી) ૧૧, જયેશભાઈ કે. ઠક્કર ૧૧, ગૌતમ શેઠીયા ૧૧, હસમુખ જેઠાલાલ ૧૧, ધર્મેન્દ્રભાઈ ચંદે ૧૧, બીપીનભાઈ ઠક્કર ૧૧, ધવલભાઈ ઠક્કર ૧૧, નરેન્દ્રભાઈ ઠક્કર ૧૧, નીલમબેન બારું ૫, જયકુમાર રાણા ૧૧, ગિરધરભાઈ ઠક્કર ૧૧,વિરાગભાઈ શેઠ ૧૧, હિતેશભાઈ ઠક્કર ૧૧, ડો.પ્રફુલ્લાબેન કોટક ૧૧, મીતભાઈ પુજારા ૧૧, હેમંતભાઈ પલણ ૧૧, ભૂપેન્દ્રભાઈ ઠક્કર ૧૧, રશ્મીકાંતભાઈ ઠક્કર ૧૧, વિદ્યાબેન ગણાત્રા ૧૧, સુશીલાબેન આચાર્ય ૧૧, અલ્પેશભાઈ ચંદે ૧૧, ધીરજભાઈ ઠક્કર ૧૧ વગેરેને કુલ ૨૨૮૭ ઇનામી કૂપન આપવામાં આવ્યા હતા. આ કાર્યકમમાં ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, દર્શનભાઈ ભીન્ડે, અમુલભાઈ ગણાત્રા, ચિંતનભાઈ ઠક્કર,અમરધામ સમિતિ કલ્પેશભાઈ ઠક્કર, હરેશભાઈ ઠક્કર (બાપદયાળું), હરેશભાઈ તન્ના, મહેશભાઇ ઠક્કર, મહેશભાઇ રાજદે, લીનાબેન ઠક્કર, મમતાબેન ઠક્કર, પ્રમિલાબેન રાયમંગીયા તેમજ વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોએ આગામી નવરાત્રી મહોત્સવને વધુ સુંદર, શિસ્તબદ્ધ અને યાદગાર બનાવવા માટે પોતાના કિંમતી સૂચનો રજૂ કર્યા હતા. મહાજનના હોદ્દેદારો દ્વારા જ્ઞાતિજનોના તમામ હકારાત્મક સૂચનોને આવકારીને તે મુજબ આગામી રૂપરેખા તૈયાર કરી હત્. સમગ્ર જ્ઞાતિના સહયોગથી આ વર્ષે પણ પરંપરાગત અને ભવ્ય રીતે નવરાત્રી ઉજવવાનો સંકલ્પ લેવાયો હતો. માતાજીની ભક્તિ, શક્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના પાવન સંગમ સમા ગરિમાપૂર્ણ નવરાત્રી ૨૦૨૬ના ભવ્ય આયોજનને સફળ બનાવવા યોજાયેલી આયોજન બેઠકમાં પ્રોજેક્ટ કોર્ડિનેટર હર્ષદ ભીન્ડે દ્વારા છેલ્લા ર માસથી આયોજનને સફળ બનાવવા માટે કાર્યકર્તા દરેક કમિટી મેમ્બરની સરાહના કરી હતી. સંચાલન ભુજ લોહાણા મહાજનના મંત્રી કમલભાઈ કારીયાએ કર્યું હતું. માતાજીના આશીર્વાદ, સૌનો સહકાર અને સંગઠનની શક્તિથી નવરાત્રીને ભવ્ય અને યાદગાર બનાવીએ એવા ભાવ સાથે આયોજન અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યકમમાં પબ્લિકેશન સમિતિના ચેરમેન મીતભાઈ પૂજરા દ્વારા ઉપસ્થિત સૌ વડીલો અને કાર્યકરોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર બેઠકના અંતે હિતેશભાઈ ઠક્કર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
------

Comments