દત્તધામે લોકમેળો યોજાયો
ભુજ-કચ્છઉદય : કાળો ડુંગર ખાતે આવેલા ભગવાન ગુરુ દત્તાત્રેય ધામમાં દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિ દ્વારા વાર્ષિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળા પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દત્તાત્રેય ભગવાનના દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સમગ્ર ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. સમિતિના આગેવાનો અને કાર્યકરોએ મેળાની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.
--------

Comments