Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ કેરિયર એન્ડ સ્કીલ એકેડેમી, ભુજ ખાતે  યોજાયેલ ૫ દિવસીય ફ્રી ‘એઆઈ બેઝીક કોર્સ’ ટ્રેનિંગ વર્કશોપ સંપન્ન

24 September



ભુજ - કચ્છઉદય : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ ના ભાગરૂપે, ભારતીય જૈન સંગઠન તેમજ ‘કચ્છ કાસા’ના ઉપક્રમે ન્યુ લોટસ કોલોની, ભુજ ખાતે આયોજિત ૫ દિવસીય ફ્રી “બેઝીક ઓફ એઆઈ : સ્ટેપ ઈન્ટુ ધ ફ્યુચર વીથ એઆઈ” ટ્રેનિંગ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. જેમાં ૧૦૦ કરતા વધારે લોકો એ આ ઓફલાઈન કોર્ષનો લાભ લીધેલ હતો.
આ ૫ દિવસીય ટ્રેનિંગનું આયોજન કચ્છ કાશા સેન્ટરના પ્રમુખ તેમજ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં યુવાનો અને વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ઊંડાણપૂર્વક અને સરળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સાયબર ક્રાઈમ તને સાયબર સિક્યોરીટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ૫ દિવસીય ટ્રેનિંગમાં વિષય નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને મહત્ત્વના ટોપિક્સ પર પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં ડો. અમર મહેતા, જીગર જોબનપુત્રા, દર્શનભાઈ ખંડોર દ્વારા ખૂબ જ સરળ રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છના યુવાનો એઆઈ કોર્ષ તેમજ વિવિધ શોશિયલ મીડિયા કોર્સ અને સ્કીલ ડેવલોપમેન્ટ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવા અલગ અલગ વિષયો પર યુવાનોને આગળ લાવવા કચ્છ કાસા દ્વારા ઝડપભેર પ્રયત્નો કરવામાં આવશે. તાલીમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને હિતેશભાઈ ખંડોર તથા સૌ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ તાલીમ બદલ આયોજકો તથા માર્ગદર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર ૫ દિવસીય કાર્યક્રમ અને તાલીમ વર્કશોપને સફળ બનાવવા માટે કચ્છ કાસા’ની ટીમ દાનવીરસિંહ મહેર, કુમકુમ સુથાર, લક્ષ્મીબેન લોહાર અને સાગરભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કચ્છમાં ૧૦,૦૦૦ જેટલા યુવાનોને એઆઇની બેઝીક તાલીમ પૂરી પાડવાનો સંકલ્પ સેન્ટર દ્વારા લેવામાં આવેલ છે. 
----------------

Comments

COMMENT / REPLY FROM