Trending News
સ્થાનિક સમાચાર

મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ માટે વિશેષ શિબિર યોજાઈ

24 September



ભુજ શહેર ભાજપના ઉપક્રમે પ્રમુખસ્વામી નગર ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન

ભુજ-કચ્છઉદય : ભુજ શહેર ભાજપના ઉપક્રમે પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા હેતુથી વિશેષ મહિલા આરોગ્ય અને સ્વચ્છતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા મહિલાઓનું નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલાઓના આરોગ્ય, સ્વચ્છતા જાળવવાની આવશ્યકતા તેમજ દૈનિક જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહિલાઓને આરોગ્ય સંબંધિત પ્રશ્નોના જવાબો આપી યોગ્ય સલાહ પણ અપાઈ હતી.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, જયંતભાઈ ઠક્કર, ઉદયભાઈ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments

COMMENT / REPLY FROM