રાપર તાલુકામાં વરસ્યો વરસાદ
રાપર - કચ્છઉદય : રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવાર - નવાર વરસાદના ઝાપટા વરસ્યા હતા, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાપર, નંદાસર, રવ, બેલા, મૌઆણા, ખડીર, જાટાવાળા, બાલાસર, સલારી, કલ્યાણપર, પ્રાગપર, ડાભુંડા, સઈ, બાદરગઢ, લોદ્રાણી, ચિત્રોડ સહિતના ગામોમાં અવારનવાર ધીમી ધારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. આડેસર, નાંદાના રણકાંઠાના ગામોમાં વરસાદ જોરદાર વરસ્યો હતો, જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ભીમાસર, સણવા, મોમાયમોરા સહિતના ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા, જેના લીધે નદી-નાળામાં પાણી વહી નિકળ્યા હતા. આ વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો હાઈવે પટ્ટીના ગામોમાં પણ વરસાદના ઝાપટા વરસ્યા હતા. ઉપરાંત સુવઈ, રામવાવ સહિતના ગામોમાં ઝાપટા વરસ્યા હતા, જે રામ મોલ માટે ઉપયોગી સાબિત થાય એમ છે. સતત બે દિવસથી વરસાદના ઝાપટાના લીધે વન વગડામાં હરિયાળી થઈ ગઈ હતી.
-------

Comments