Trending News
સ્થાનિક સમાચાર

સાંસદ સંપર્ક સદન કાર્યાલયની કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે લીધી શુભેચ્છા મુલાકાત

14 September



ભુજ - કચ્છઉદય : વિનોદભાઇ ચાવડાના સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે કાર્યાલયના સ્ટાફગણ તેમજ વિવિધ ક્ષેત્રના મુખ્ય મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન મંત્રીનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કરેલ વિકાશીલ પ્રવૃતિઓ, લોક કલ્યાણના કામો, ફાળવેલ ગ્રાન્ટ, વિવિધ પ્રોગ્રામો, વર્ષ ૨૦૧૪થી આજ દિવસ સુધીના ૧૨ વર્ષની મુખ્ય કામગીરીનો અહેવાલ રિપોર્ટ, ઓફિસની મુખ્ય વ્યવસ્થા જેમાં સાંસદ સન્માન સંગ્રાલય, લાઈબ્રેરી, સ્ટાફ બેઠક, સોશિયલ મીડિયા પ્રવૃતિ, અલગ અલગ વિભાગોમાં લોક કલ્યાણ માટે પત્ર વ્યવહાર, લોક સંપર્ક પ્રવાસ વિગત, કાર્યક્રમોમાં ઉપસ્થિતિ અંગેની માહિતી વિગરેનું નિરીક્ષણ કર્યું હતું. ભુપેન્દ્ર યાદવે ઉપસ્થિત સ્ટાફગણ તથા મુખ્ય મહેમાનો સાથે આત્મીય સંવાદ કરી સૌના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણ માટે જનભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાંસદે તેમને શાલ ઓઢાડી ને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ સંપર્ક સદન કાર્યાલય મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર, સ્ટાફગણ, આગેવાનો તથા મુખ્ય મહેમાનો દ્વારા મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મુલાકાત સૌહાર્દપૂર્ણ અને યાદગાર રહી હતી. 
-----------

Comments

COMMENT / REPLY FROM