ભુજ આરટીઓ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન અને સીપીઆઈ કરાવવા બાબતે કેમ્પનું આયોજન
ભચાઉ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા સપ્ટેમ્બર માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન અને સીપીઆઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ૧૮સપ્ટેમ્બરના રોજ માંડવી ખાતે સવારે ૧૦ થી બપોરે ૧૨ કલાક સુધી, મુંદરા ખાતે બપોરે ૨ થી ૪ કલાકે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળ પર જ નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન તથા સી.પી.આઈ. ની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ભુજ કચેરીમાં પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
-----

Comments