Trending News
સ્થાનિક સમાચાર

આર.આર. લાલન કોલેજના ટીવાય બીએસસી રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા હર્બલ પ્રોડક્ટ્‌સનું સફળ નિર્માણ

14 September



ભુજ - કચ્છઉદય : શહેરની ઐતિહાસિક અને અગ્રણી સરકારી કોલેજ આર. આર. લાલન કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગના ટીવાય બીએસસીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાયોગિક અભ્યાસક્રમના ભાગરૂપે વિવિધ હર્બલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ બનાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ તેમના એનઈપી-૨૦૨૦ અભ્યાસક્રમ અંતર્ગત કૌશલ્ય સંવર્ધન અભ્યાસક્રમહેઠળ પ્રયોગશાળામાં જાતે જ વિવિધ કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને આ ઉત્પાદનો તૈયાર કર્યા હતા. આ વિષય અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા હર્બલ શેમ્પૂ, ફેસ સ્ક્રબ, હર્બલ ટૂથ પાવડર અને પેસ્ટ, હર્બલ ફેસ ક્રીમ, હર્બલ હેર ડાઈતેમજ મલ્ટિપર્પઝ હર્બલ ક્રીમજેવી ત્વચા અને સ્વાસ્થ્ય માટે લાભદાયી વસ્તુઓ બનાવવામાં આવી હતી. રાસાયણિક પદ્ધતિઓ અને આયુર્વેદિક ગુણધર્મોનો સમન્વય કરીને તમામ પ્રોડક્ટ્‌સ તૈયાર કરવામાં આવી હતી.  સમગ્ર પ્રેક્ટિકલ પ્રક્રિયાનું માર્ગદર્શન રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યાપકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રયોગશાળામાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું સીમિત ન રહેતાં, વ્યવહારિક અને કૌશલ્યવર્ધક જ્ઞાન મેળવી ઉપયોગી એવા ઉત્કૃષ્ટ ઉત્પાદનો તૈયાર કર્યા હતા. 
વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સિદ્ધિ અને ઉત્સાહપૂર્વકના પ્રયાસોને કોલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલાએ બિરદાવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલથી વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન અને ઉદ્યોગસાહસિકતાના ગુણોનો વિકાસ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 
---------

Comments

COMMENT / REPLY FROM