Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાના નોંધાયેલ શાહુકારોને ઓડિટ રિપોર્ટ રજૂ કરવા તંત્રની સૂચના

09 September



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ નોંધાયેલા કુલ ૨૬૩ શાહુકારોને સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા અખબારી યાદી દ્વારા સૂચના આપવામાં આવી છે. નિયમ અનુસાર શાહુકારોએ તારણવાળા ધિરાણ માટે ૧૨ ટકા અને તારણ વિનાના ધિરાણ માટે ૧૫ ટકા સુધી જ વ્યાજ લેવાનું રહે છે. આ ઉપરાંત, કલમ-૨૧(૧) અંતર્ગત તમામ માસિક તથા વાર્ષિક હિસાબો ઈ-કો.ઓપરેટીવ પોર્ટલ પર ઓનલાઈન રજૂ કરવાના હોય છે, પરંતુ શાહુકારો દ્વારા પત્રકો ઓનલાઈન રજૂ ન કરાતા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. નિયમ મુજબ રૂ. ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે અને રૂ. ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડિટ કરાવવું ફરજિયાત છે. જેથી તા. ૩૧/૩/૨૦૨૬ અંતિતનું ઓડિટ સત્વરે પૂર્ણ કરી ઓનલાઈન રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ સુચનાઓનું પાલન ન કરવા બદલ દિન  ૧૦માં સ્પષ્ટતા સાથે ખુલાસો રજૂ કરવા આદેશ કરાયો છે, અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM