મુંદરા તાલુકાના વાડી વિસ્તારમાં દોઢ વર્ષથી સગીરાનું શોષણ કરાયું
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના વાડી વિસ્તારમાં દોઢ વર્ષથી સગીરાનું શોષણ કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. મોટા કાંડાગરાના વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આરોપી મુન્ના પોપટ નાયકે દોઢેક વર્ષથી સગીરાને બળજબરીથી મરજી વિરૂદ્ધ તેની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. ગુનાહિત ધમકીઓ આપી હતી. સગીરાનું શોષણ કરીને તેને ગર્ભવતી બનાવાઈ હતી. સમગ્ર મામલે આરોપી સામે પોક્સો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments