મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
જીતો ભુજ ચેપ્ટરના શપથવિધિ સમારોહ સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થશે  અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરના મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની મંજૂરી  ચાતુર્માસની સાધનાને જીવનમાં ઉતારવાનો ગુરૂભગવંતોનો સંદેશ જખૌ મરીન પોલીસ સ્ટેશનના ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો કચ્છમાં ‘પા પા પગલી’ અંતર્ગત કેરા કુંદનપર ખાતે બાળ મેળો અને કિશોરી મેળો ઉત્સાહભેર યોજાયો કારતક સુદ પૂનમથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ કાસા એકેડમી દ્વારા મહિલાઓ માટે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર અને સીવણની નિઃશુલ્ક તાલીમ ભુજમાં લોકફાળાથી ઓમશ્રી સનાતન ચોકનું નવીનીકરણ કરાયું સામખીયારીમાં યુવકને નગ્ન કરી માર મારવાનો વીડિયો  બનાવી વાયરલ કરવાના કેસમાં ૭ આરોપીઓ ઝડપાયા મોટી ચીરઈ પાસે બ્રિજના ડિવાઈડર  પર ટ્રક ચડી જતાં આગ લોહિયાળ અકસ્માતો બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં  ભુજમાં નિયમભંગ કરનાર વાહનચાલકો પર પોલીસનો સપાટો પાલારા જેલમાં મોબાઇલની ઘૂસણખોરી પાછળ કોની મહેરબાની ?

કચ્છના માર્ગો પર અંધારપટ અને ગાયબ સાઇન બોર્ડથી અકસ્માતનો ખતરો

WhatsApp X

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વળાંકો તથા પુલિયા પાસે લાઇટો અને રેડિયમ સ્ટીકરના અભાવે વાહનચાલકો માટે જીવનું જોખમ

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં વાહનોની વધતી જતી સંખ્યા અને ઔદ્યોગિક પરિવહન વચ્ચે માર્ગ સલામતીનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. ભુજ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને ભચાઉને જોડતા નેશનલ તેમજ સ્ટેટ હાઇવે તેમજ અંતરિયાળ ગ્રામીણ માર્ગો પર રાત્રિના સમયે 

મુસાફરી કરવી વાહનચાલકો માટે જોખમી બની ગઈ છે. માર્ગ પર આવેલા અનેક તીવ્ર વળાંકો, નાળા, પુલિયા અને ડાયવર્ઝન પાસે જરૂરી એવા ટ્રાફિક સાઇન બોર્ડ, કેટ આઇઝ કે રેડિયમ સ્ટીકરો કાં તો તૂટી ગયા છે અથવા તો ગાયબ થઈ ગયા હોવાના કારણે રાત્રિના સમયે રસ્તા પર ઘોર અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે બહારથી આવતા કે નવા વાહનચાલકોને આગળના વળાંકનો ખ્યાલ આવતો નથી. રાત્રિના અંધારામાં હાઇવે પર સ્પીડમાં દોડતા વાહનો સામે જ્યારે અચાનક વળાંક કે બંધ પડેલું વાહન આવી જાય છે ત્યારે ચાલક કાબૂ ગુમાવી દે છે અને ભયાનક માર્ગ અકસ્માતો સર્જાય છે. કચ્છના હાઇવે પર દર મહિને ડઝનબંધ લોકો માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવે છે કે કાયમી ધોરણે દિવ્યાંગ બની જાય છે, જેની પાછળનું એક મુખ્ય કારણ રસ્તા પરની અપૂરતી સાઇનેજ વ્યવસ્થા છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચોમાસા પછી કે સમયાંતરે રસ્તાઓનું રોડ સેફ્ટી ઓડિટ કરવામાં આવતું નથી. માત્ર ચોપડા પર જ સેફ્ટી બોર્ડ લગાડવાના દાવા કરાય છે પરંતુ વાસ્તવિકતામાં રાત્રે અંધારામાં દોડતા વાહનચાલકો માટે આ બ્લાઇન્ડ સ્પોટ મૃત્યુની જાળ સમાન પૂરવાર થઈ રહ્યા છે.

..........

રાત્રિના સમયે હાઇવે પર બ્લાઇન્ડ સ્પોટ દૂર કરવા માંગ

ભુજ : વાહનચાલકો અને જાગૃત નાગરિકોની માગણી છે કે જિલ્લાના તમામ મુખ્ય હાઇવે પર રાત્રિના સમયે તપાસ કરીને બંધ પડેલી લાઈટો ચાલુ કરવામાં આવે. ખાસ કરીને અકસ્માત સંભવિત વિસ્તારો અને વળાંકો પર રેડિયમ સ્ટીકર, બ્લિંકર લાઈટ અને મોટા સાઇન બોર્ડ તાત્કાલિક અસરથી લગાવવામાં આવે જેથી અકસ્માતો અટકાવી શકાય.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.