Trending News
ક્રાઈમ

પશ્ચિમ કચ્છ LCB નો મોટો ધમાકો માંડવીના ત્રગડીમાંથી ૩૦.૫૮ લાખનો યુવરાજનો દારૂ અને ૧૬.૭૦ લાખના ચોખાનો જથ્થો ઝડપાયો

20 October



* વાડીના ગોડાઉન તથા ઘરની બાજુમાં બનાવેલી ગુપ્ત ઓરડીઓમાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો  * ત્રગડી પાસે બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ ચોખા ભરેલું ટ્રેલર અને આઇવા ટ્રક જપ્ત  * બુટલેગર યુવરાજસિંહ જાડેજા સામે અગાઉ પણ ૪૨થી વધુ પ્રોહીબિશનના ગુના નોંધાયેલા છે


ભુજ - કચ્છઉદય :  પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, સંગ્રહ અને ગેરકાયદેસર માલસામાનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સરહદી રેન્જ આઇજી શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની ટીમે મોટી સફળતા મેળવી છે. માંડવી તાલુકાના ત્રગડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દારૂના બે અલગ-અલગ દરોડામાં કુલ ૩૦,૫૮,૧૯૦/- નો વિદેશી દારૂ તથા આધાર-પુરાવા વગરનો ૧૬,૭૦,૦૦૦/- ની કિંમતનો ચોખાનો જથ્થો મળી કુલ રૂ. ૭૨.૨૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

......................

યુવરાજ ભૂલી ગયો કે પશ્ચિમ કચ્છ LCB મ્માં હવે PI  મકવાણા છે!


 કુખ્યાત બુટલેગરના સામ્રાજ્ય પર ત્રાટકવા તૈયાર ખાખીની દબંગ એન્ટ્રીઃ યુવરાજનું સામ્રાજ્ય હવે સમેટાઈ જશેઃ મૂળ સુધી ઉલેચાશે નેટવક, પીઆઈ મકવાણાનો સ્વભાવ છે, તેઓ ગુનાના તળ સુધી જઈ તમામને શોધીને નશ્યત કરશે



ગાંધીધામ : કચ્છના કુખ્યાત બુટલેગરો કદાચ એ ભૂલી ગયા હતા કે કાયદાના હાથ કેટલા લાંબા હોય છે અને જ્યારે સજ્જ અને બાહોશ અધિકારીઓની કમાન સોંપાય ત્યારે ગુનેગારોની રમત કેવી રીતે પૂરી થઈ જાય છે. ત્રગડી પટ્ટાનો કુખ્યાત બુટલેગર યુવરાજ કદાચ એ વાત ભૂલી ગયો હતો કે પશ્ચિમ કચ્છ એલસીબી માં હવે કમાન્ડ PI  મકવાણાના હાથમાં છે!એલસીબી  ૈઁં તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ PI  મકવાણાએ જે પ્રકારે એક પછી એક ગંભીર ગુનાઓ અને ભેદભરમવાળા પ્રકરણોનું સફળ ડિટેક્શન કર્યું છે, તે જોતા સ્પષ્ટ થઈ જાય છે કે તેમની કામ કરવાની પદ્ધતિ સાચે જ ‘જરા હટકે’ અને અત્યંત આક્રમક છે.પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં એસપી વિકાસ સુંડાની જેમ PI મકવાણા પણ ડાયનેમિક, પ્રજાભિમુક, કાયદાના પ્રખર જાણકાર અને ગુનેગારોમાં ખૌફ પેદા કરનાર અધિકારી તરીકે જાણીતા છે. ચમરબંધી હોય કે ગમે તેવો માથાભારે શખ્સ, કાયદાના શિકંજામાં લાવતી વખતે જરાય દયા, લાજ કે શરમ વગર કડકાઈથી કાર્યવાહી કરવાની તેમની ખમીરવંતી છબી રહી છે.હવે જ્યારે બુટલેગર યુવરાજ PI મકવાણાના સકંજા અને રડારમાં આવી ગયો છે, ત્યારે તેનું ગેરકાયદેસર સામ્રાજ્ય હવે લાંબુ ટકશે નહીં તે નક્કી છે. અત્યાર સુધી જે બેફામ રીતે બુટલેગરોનું નેટવર્ક ચાલતું હતું તેને હવે કાયમ માટે નેસ્તનાબૂદ કરવા માટે એલસીબી પીઆઈ મકવાણાએ કમ ?આ દારૂ ક્યાંથી આવ્યો? કેટલા સમયથી અવારનવાર આવતો હતો? યુવરાજ સાથે 
પડદા પાછળ અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે? માલનું કટીંગ કોણ-કોણ કરતું હતું અને ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો? આ તમામ કાળી કમાણી અને કાવતરાના મૂળ સુધી 
પહોંચીને એકસાથે તમામ વિગતો બહાર લાવવામાં PI મકવાણા કસૂર છોડશે નહીં અને ગુનેગારોના મૂળ ઉલેચીને જ રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.


.....................

કામગીરી કરનાર ટીમ LCB


ગાંધીધામ : આ સફળ કામગીરી LCB PI  શ્રી એ. એમ. મકવાણા, PSI જે. બી. જાદવ, PSI એમ. એચ. શીણોલ તથા ASI દેવજીભાઇ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ, અનિરૂદ્ધસિંહ રાઠોડ, મુળરાજભાઇ ગઢવી, ધર્મેન્દ્રભાઇ રાવલ, સુરજભાઇ વેગડા તેમજ HC લીલાભાઈ દેસાઈ, દર્શન રાવલ અને PC મહેશભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


........................

વાડીના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવી 
છુપાવેલો ૨૯ લાખનો દારૂ ઝડપાયો


ગાંધીધામ : એલ.સી.બી. ટીમને ખાનગી બાતમી મળી હતી કે, યુવરાજસિંહ વજુભા જાડેજા (રહે. ત્રગડી) પોતાના સાગરીતો મેહુલસિંહ ચંદુભા ઝાલા, રામદેવસિંહ ચંદુભા ઝાલા, દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા અને પારસ મયુરગર ગૌસ્વામી સાથે મળીને ત્રગડી સીમની વાડીમાં આવેલ ઘાસના ગોડાઉનમાં બનાવેલ એક ગુપ્ત રૂમમાં બહારથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭,૮૦૦ બોટલો (કિંમત રૂ. ૨૯,૦૦,૧૩૬/-) મળી આવી હતી. આ અંગે માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.



.....................

યુવરાજ સામે પાસા-હદપારની જ કરો લાલઆંખ

કુખ્યાત બુટલેગર યુવરાજની સામે ૪ર ગુનાઓ દાખલ થયેલ છે 


ગાંધીધામ : માંડવીના ત્રગડી પટ્ટામા યુવરાજનુે દારૂનુ મોટુ નેટવર્ક ધમધમી રહ્યુ હતુ અને તેનો પશ્ચીમ કચ્છ એસપી શ્રી સુંડા અને એલસીબી પીઆઈ મકવાણાએ પર્દાફાશ કરી દીધો છે. આ બુટલેગર યુવરાજ સામે ખેરખર પાસા અથવા હદપારની જ કડક લાલઆંખ કરવાની જરૂર છે. 



.....................

નામી બુટલેગર યુવરાજસિંહનો ગુનાહિત ઇતિહાસ

ગાંધીધામ :પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા સામે અગાઉ માંડવી, મુંદરા, અંજાર, કોડાય, પાલનપુર અને અમીરગઢ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૪૨થી વધુ પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયેલા છે. આ સિવાય મેહુલસિંહ ઝાલા સામે ૮, રામદેવસિંહ ઝાલા સામે ૫ અને દિવ્યરાજસિંહ જાડેજા સામે ૩ ગુનાઓ નોંધાયેલા છે.
’

................

ઘર બાજુના પતરાના શેડની ઓરડીમાંથી ૧.૫૮ લાખનો દારૂ-બીયર જપ્ત

ગાંધીધામ : અન્ય એક બાતમીના આધારે પોલીસે ત્રગડી ખાતે યુવરાજસિંહ ઉર્ફે ટીટી મનુભા જાડેજાના મકાન બાજુમાં આવેલ 
પતરાના શેડમાં બનાવેલ ગુપ્ત રૂમમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી વિદેશી દારૂની ૩૯૬ બોટલો (રૂ. ૧,૨૮,૩૦૪/-) તથા ૨૩૮ બીયર ટીન (રૂ. ૨૯,૭૫૦/-) મળી કુલ રૂ. ૧,૫૮,૦૫૪/- નો જથ્થો જપ્ત કરી માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.






.

Comments

COMMENT / REPLY FROM