Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં આસો માસની નવપદજીની શાશ્વની ઓળીનો શુભારંભ કરાયો 

19 October


ભુજ - કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મ.સા.ના આશિર્વાદથી ચાતુર્માસ નિશ્રાદાતા પ.પૂ. આ.ભ. આનંદવર્ધનસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. આદિઠાણા ૧૮ની પાવન નિશ્રામાં દાતચા લીલાવંતીબેન મનસુખલાલ ગણેશજી શેઠ પરિવાર ભુજના સહયોગથથી તન, મનના રોગોનો નાશ કરનાર આસો શાશ્વની નવપદજીની ૯ દિવસીય આરાધના શુભારંભ કરાયો હતો, જેમાં ૩૬૦ આરાધકો જોડાયા હતા. 
આ શાશ્વની ઓળીની પ્રથમ દિવસની પ્રવચન માળામાં પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. મંત્રાધિરાજ નવકાર મહામંત્રના નવપદને શાશ્વત ગણાવતાં તેના ધ્યાનને શ્રેષ્ઠતમ આરાધના ગણાવી હતી. પ્રથગમ અરિહંત પદ પર વિવેચન કરતાં તેના આશ્ચર્ય અને માધુર્ય અને સૌદર્યનું વર્ણ કર્યું હતું. અરિહંત પરમાત્માને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા કરનાર સર્વે ગુણોનું શાશ્વત સ્વરૂપ સર્વોત્કષ્ટ જ્ઞાનનો પુંજ, પરમ ઐશ્વર્યનું ધામ તેમજ રાગ, દ્રેશ, કામ, ક્રોધ આદિ આંતર શત્રુઓનો નાશ કરનાર કલ્યાણ મિત્ર ગણાવ્યા હતા. શુભારંભે ૩૯૦ આરાધકો જોડાયા હતા અને ગુરૂમુખે આયંબીલ તપના પ્રત્યાખાન લીધા હતા. 
આ અવસરે સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કલમભાઈ મહેતા, માનદમંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, દલિચંદભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું મીડિયા કન્વિનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. 
-----

Comments

COMMENT / REPLY FROM