Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

17 October




ભુજ - કચ્છઉદય : ભુજના સીરીશભાઈ મનસુખલાલ વ્યાસે પોતાની બચતની રકમ મે. લાલજી લખમશીના ભાગીદારો રાજેન્દ્ર લાલજી ઠક્કર અને પુનીત મહેન્દ્ર ભીંડેને ધંધા માટે ઉછીની આપી હતી, જેની સામે ભાગીદારો પાસેથી સાત ચેક મળ્યા હતા. ફરીયાદી સીરીશ વ્યાસે પૈસાની જરૂર પડતાં ચેકો બેન્કમાં રજુ કરતા નાણાંના અભાવે તમામ ચેકો રિટર્ન થયા હતા. આ અંગે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભુજની કોર્ટમાં ફરીયાદ ચાલતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, સાત ચેકોની રકમ તથા વળતરના રૂ. ૨,૭૦,૦૦૦સહિત કુલ રૂ. ૧૬,૨૦,૦૦૦ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી પુનીત મહેન્દ્ર ભીંડે ગેરહાજર હોઈ તેના સામે કોર્ટે સજા વોરન્ટ ઇસ્યુ કર્યું છે. આ કામમાં ફરીયાદી પક્ષે સિનિયર એડવોકેટ ભરતભાઈ વી. શેઠ હાજર રહી કેસ ચલાવ્યો હતો.
------------- 

Comments

COMMENT / REPLY FROM