Trending News
ક્રાઈમ

એ ડિવિઝન PI એમ.જે. રાઠોડનો સપાટો : ૧૨.૩૭  લાખના દારૂના જથ્થા સાથે ક્રેટા કાર ઝડપાઈ

17 October


ઓશિયા મોલ પાછળથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨,૮૩૨ બોટલો-ક્વાર્ટર અને ક્રેટા કાર કબજે :PI એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની સફળ કામગીરી

ગાંધીધામ - કચ્છ ઉદય : સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને ગાંધીધામ છ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એમ.જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ઓશિયા મોલ પાછળ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ ML  ૨,૭૩૬ ક્વાર્ટર, જેની કિંમત ૩,૮૩,૦૪૦ થાય છે, તેમજ ૭૫૦ ML  ૯૬ કાચની બોટલો, જેની કિંમત ૫૪,૨૪૦ થાય છે, તે કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી હોવાની વિગતો ધરાવતી સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર, રજિસ્ટ્રેશન નંબર GJ-01-WB-5821, જેની કિંમત ૮ લાખ આંકવામાં આવી છે, તે પણ કબજે કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ ૧૨,૩૭,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. આ મામલે ગાંધીધામ A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૧૧૯૯૩ ૦૦૬૨૬ ૧૩૨૪/૨૦૨૬ હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(A)(E), ૧૧૬(B) અને ૯૮(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કારના માલિક, ચાલક તથા તપાસમાં સામે આવનાર અન્ય વ્યક્તિઓ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.PIએમ.જે. રાઠોડના માર્ગદર્શન અને સર્વેલન્સ સ્ટાફની કામગીરીથી ગાંધીધામમાં પ્રોહિબિશન સામે પોલીસની કાર્યવાહી વધુ એક વખત ચર્ચામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM