રવાપર ખાતે પરંપરા મુજબ ભવ્ય મહાઆરતીમાં ર૦૦ ઉપરાંત બાલિકાઓએ ભાગ લીધો
રવાપર - કચ્છઉદય : છેલ્લા પાંચ દાયકા ઉપરાંતની પરમા વર્ષની રવાપર મહાકાલી મિત્ર મંડળ મુંબઈ પરિવાર આયોજીત નવરાત્રી પ્રસંગે પરંપરા મુજબ ભવ્ય મહાઆરતીનું આયોજનમાં ર૦૦ ઉપરાંત બાલિકાઓએ લાભ લીધો હતો, જેને વિવિધ દાતાઓના સહયોગથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જયારે જિલ્લા, તાલુકા સભ્યનું મંડળ દ્વારા સન્માન કરાયું હતું.
મંડળના આયોજક નિલેશ દરિયાલાલ ચંદન અને મુંબઈ પરિવાર દ્વારા આયોજીત મહાઆરતી પ્રસંગે મંડળ દ્વારા એક પર્સ, કેટબરી, એડવોકેટ સૌરવ હરેશ રૂપારેલ દ્વારા સ્ટીલનો ડબ્બો, સરપ્રાઈઝ બેગ અશ્વિનભાઈ ચંદન મુંબઈ, રવાપર સરપંચ પરેશભાઈ રૂપારેલ દ્વારા રૂા. પ૦, મેહુલ શંભુલાલ ચંદન દ્વારા રૂા. ર૦ તેમજ દિનેશ મુળજી સોલંકી દ્વારા કેટબરી, વેલજી લાલજી શાહ અને કાંતિલાલ સોની દ્વારા પ્રસાદનું વિતરણ બાલિકાઓને દાતા દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મુંબઈ બાદ રવાપર ખાતે ગામનું ગૌરવ જિલ્લા પંચાયત સભ્ય નેહાબેન અશ્વિન રૂપારેલ, તા.પં. સભ્ય અશ્વિન રૂપારેલ, સરપંચ પરેશ રૂપારેલ, એડવોકેટ સૌરવ રૂપારેલ, હર્ષ ગોસ્વામીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મુંબઈ પરિવારના જેન્તીભાઈ કારિયા, તુલસીદાસ ચંદન, રામજીભાઈ ચંદન, કેશવજી સચદે, ચેતનભાઈ ચંદન, તુષારભાઈ ચંદન, ઘનશ્યામ ચંદન, હિંમતભાઈ તન્ના, રાજાભાઈ ચંદન, હિમાંશુ ચંદન સહિત સ્થાનિક દરેક સમાજના આગેવાનો, યુવાનો સહયોગ આપી કાર્યને સફળ બનાવી રહ્યા છે.
----

Comments