Trending News
સ્થાનિક સમાચાર

ભુજ પોલીસ ટીમે અસ્વસ્થ વૃદ્ધનું રેસ્કયુ કરી વયોવૃદ્ધને માં બાપનું ઘર આશ્રમ આપ્યો

19 September


ભુજ - કચ્છઉદય : શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયલ ૧૧૨ની ટીમે ત્વરિત કામગીરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. કંટ્રોલ રૂમને મળેલી ઇમરજન્સી કોલના આધારે ડાયલ ૧૧૨ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જ્યાં એક અજાણ્યા વયોવૃદ્ધ વ્યક્તિ અત્યંત નાજુક, કપડાં વગરની તથા માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં મળી આવ્યા હતા.
પરિસ્થિતિની ગંભીરતા સમજી એએસઆઈ વિશાલભાઈ ગામીત, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભરવાડ, પાયલોટ શક્તિસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમે લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારીનો સંપર્ક કરી તેમના સહયોગથી વયોવૃદ્ધને માં બાપનું ઘર આશ્રમ સંસ્થામાં સલામત રીતે આશ્રય અપાવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા વયોવૃદ્ધના પરિવારજનો અંગે તપાસ હાથ ધરવામાં  આવી હતી. તપાસ દરમિયાન તેમના પુત્ર મુંબઈ ખાતે રહેતા હોવાનું જાણવા મળતાં પોલીસ દ્વારા તેમનો ટેલિફોનિક સંપર્ક સાધી સમગ્ર પરિસ્થિતિની જાણ કરવામાં આવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM