Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ૧૦,૦૦૦ યુવાનોને એઆઈની તાલીમ અપાશે

19 September



ભુજ - કચ્છઉદય : કૌશલ્ય વર્ધન અને રોજગારલક્ષી વિવિધ તાલીમ કાર્યક્રમો તથા બેઝિક્સ ઓફ એઆઈ કોર્સનો ઉત્સાહભેર પ્રારંભ કચ્છના યુવાનો અને કારીગરોના કૌશલ્ય વિકાસ તેમજ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ભુજ ખાતે વિવિધ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમો અને કોર્સનો સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ ભાજપ મહામંત્રી મહામંત્રી ભીમજીભાઇ જોધાણી,  ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ભુજ તાલુકા ભાજપ દીપકભાઈ ડાંગર, ઉપપ્રમુખ ભુજ શહેર જયંતભાઈ ઠક્કર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કુલદીપ ચૌહાણ, હિતેશભાઈ ગોસ્વામી પ્રમુખ બક્ષીપંચ મોરચા, ક્માનડન્ટ પશ્ચિમ કરછ હોમગાર્ડ મનીશ બારોટ, દિવ્યરાજસિંહ જાડેજા પૂર્વ નગર સેવક દ્વારા દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો. બીજેએસ વુમન વિંગ્સ ભુજ શહેરના પ્રમુખ ગીતાબેન પારેખ, મંત્રી હિરેનભાઈ પાસડ, ભુજ શહેરના પ્રમુખ ધીરેનભાઈ શાહ, એડવોકેટ ગીરીશભાઈ ઝવેરી હાજર રહ્યા હતા
કચ્છ ભાજપના મહામંત્રી, કચ્છ સીએએસએ અને બીજેએસના પ્રમુખ હિતેશ હિંમતલાલ ખંડોરના આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કોર્સ દ્વારા યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પાયાનું જ્ઞાન અને ભવિષ્યની નવી તકો પ્રાપ્ત થશે. કોર્સ કન્વીનર ડો. અમરભાઈ મહેતા, દર્શનભાઈ ખંડોલ દ્વારા એઆઈ વિષે લેકચર લેવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવાસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. સચાર્ટર્ડ બેંકના સહયોગથી અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા આયોજિત ‘પ્રોજેક્ટ સામર્થ્ય’ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભુજ ખાતે “હેન્ડમેડ હોમ ડેકોર એન્ડ યુટિલિટી પ્રોડક્ટ્‌સ -દોરી વર્ક (મેક્રેમ ક્રાફ્ટ)” વિષય પર ૨૧ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર  સુધી વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી મહિલાઓ અને સ્થાનિક કલાકારો પોતાના સ્વરોજગાર શરૂ કરી શકે. પરંપરાગત ૧૮ પ્રકારના કારીગરો અને શિલ્પકારોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની ‘પીએમ વિશ્વકર્મા’ યોજના હેઠળ તાલીમ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કારીગરોને રૂા. ૩ લાખ સુધીની ગેરંટી મુક્ત લોન, રૂા. ૧૫,૦૦૦ ની ટૂલકિટ સહાય, સ્ટાઇપેન્ડ સાથે તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. 
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનો ટેકનિકલ યુગ છે, ત્યારે એઆઈ દ્વારા ઝડપથી ભારત પ્રદેશ આગળ વધી રહ્યો છે ત્યારે એ આઈ માટેનો ટ્રેનિંગ સેન્ટર થકી કચ્છના યુવાનોના કાર્યમાં વધારો થશે. વિકસિત ભારતના સપનામાં મહત્વની ભૂમિકા ભજવશે અને કચ્છના યુવાનો સકારાત્મક ઉપયોગ કરે તેવું આહવાન કર્યું હતું.
દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે ૨૦૪૭ વિકસિત ભારત બનાવવાનું તે માટે પીએમ વિશ્વકર્મા યોજના થકી આત્મ નિર્ભર ભારતની સાથે કાર્ય કરવા માટે વિવિધ યોજનાઓ માટે આ સેન્ટર શરૂ થયું છે તેનો લાભ કચ્છના યુવાનો લેશે અને રોજગારી માટે મહત્વનો ભાગ ભજવશે
હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કરોડ યુવાઓને એઆઈના માધ્યમથી સજજ કરવામાં આવશે, ત્યારે કચ્છ કાસા કચ્છના ૧૦,૦૦૦ યુવાનોને એઆઈની તાલીમ આપવામાં આવશે. સંચાલન દીપકભાઈ ડાંગરે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે લક્ષ્મીબેન લોહાર, દાનવીરસિંહ મહેર, કુમકુમ સુથાર, સાગરભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM