Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં એક કલાકમાં દે ધનાધન બે ઇંચ વરસાદ પડ્યો

18 September



રવિ પાક અને વનવગડામા ઘાસચારાને ભરપૂર ફાયદો : અનેક નદી નાળામાં પાણી વહી નિકળ્યા 

રાપર - કચ્છઉદય : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ચાર વાગ્યે વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા. સતત અડધો કલાક સુધી વરસાદનો જોરદાર રહ્યો હતો, ત્યાર બાદ અવારનવાર ઝાપટા વરસ્યા હતા.
રાપર શહેરમા અંદાજે દોઢ, બે ઇંચ વરસાદ વરસ્યો હતો, તો આસપાસના નંદાસર, રવ, પ્રાગપર, સુવઈ, રામવાવ, ત્રંબૌ, બાલાસર, ડાવરી, જાટાવાળા, આણંદપર, વ્રજવાણી, બેલા, સલારી, કલ્યાણપર, ખીરઈ, ફતેહગઢ, ખાંડેક, હમીરપર, મોડા, સણવા, બાદરગઢ, લોદ્રાણી, ગાગોદર, આડેસર, ભીમાસર, પલાંસવા તથા ખડીરના રતનપર, અમરાપર, જનાણ, કલ્યાણપર, ધોરાવીરા વિગેરે ગામોમાં અવાર નવાર ઝાપટા વરસ્યા હતા, જેના લીધે દોઢથી બે ઇંચ વરસાદ પડ્યાનો અંદાજ છે. 
પરોઢના થયેલા વરસાદથી ચોમાસામાં વાવેતર કરવામાં આવેલ મગ, તલ, જુવાર, મગફળી, કપાસ, એરંડા, મઠ, ગુવાર વિગેરે પાકને ફાયદો થશે. વનવગડામા ઘાસચારાને ભરપૂર ફાયદો થશે, અનેક નદી નાળામાં પાણી વહી નિકળ્યા હતા. રાપરમાં દે ધનાધન વરસાદથી મુખ્ય બજાર, દેના બેંક ચોક, સલારી નાકા, ભુતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી પાણી વહી નિકળ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM