વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છામાં “અંગદાન મહાદાન” અને “રક્તદાન મહાદાન”નો સંદેશ ગુંજ્યો
કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન મહાદાન” અને “રક્તદાન મહાદાન”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજવામાં આવી હતી. અંગદાનના મહત્વ અંગે લોકોને પ્રાથમિક સમજ આપવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ અંગદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનની નવી તક મળી શકે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન કરો, જીવનદાન આપો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાયેલા રક્તદાન કેમ્પોમાં નાગરિકો અને યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૩૩૪ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર ખાતે “અંગદાન મહાદાન, રક્તદાન મહાદાન” અંગે શપથવિધિ યોજાઈ હતી અને અંગદાન તથા રક્તદાનના મહત્વ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા ખાતે પણ અંગદાન અને રક્તદાન અંગે શપથ લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને અંગદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેહગઢ, રાપર ખાતે “સેવા મેરા યોગદાન”ના સંદેશ સાથે અંગદાન મહાદાન અને રક્તદાન મહાદાન અંગે શપથવિધિ યોજાઈ હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે અંગદાનના મહત્વ અંગે લોકોને સમજ આપવામાં આવી હતી તથા “અંગદાન મહાદાન”ની શપથ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે “અંગદાન કરો, જીવનદાન આપો”નો સંદેશ આપવામાં આવ્યો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીરંડીયારા ખાતે પણ અંગદાન મહાદાન અને રક્તદાન મહાદાન અંગે શપથવિધિ યોજાઈ હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદ્રાણી, અંજાર ખાતે “સેવા મેરા યોગદાન” સાથે અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજાઈ હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીનારા ખાતે અંગદાનના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી અને અંગદાન મહાદાનની શપથ લેવડાવવામાં આવી હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા ખાતે “અંગદાન-મહાદાન”ના સૂત્ર સાથે શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે લોકોને અંગદાન અંગે પ્રાથમિક માહિતી આપી તેના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
ભચાઉ સીએચસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના માર્ગદર્શન અને સંબંધિત સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, કચ્છ જિલ્લા શાખા દ્વારા મુંદ્રા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ભીમાસર, અંજાર ખાતે પુરવાંચલ લેમિનેટ્સના માલિકના સહયોગથી રક્તદાતાઓને વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક રક્તદાતાને આપવામાં આવેલી કીટમાં લેપટોપ બેગ, ડ્રાયફ્રૂટ્સ, પલ્સ ઓક્સિમીટર, પેન, દૂધ અને ફળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભુજ ખાતે જીવન જ્યોત બ્લડ સેન્ટર દ્વારા પણ રક્તદાન તથા રક્તસંગ્રહ સંબંધિત કામગીરીમાં સહયોગ આપવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાયેલા રક્તદાન કાર્યક્રમોમાં કુલ ૩૩૪ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.
------------

Comments