Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર  દ્વારા ચાંદ્રાણી ગામ ખાતે “કિસાન સમૃદ્ધિ દિવસ” નિમિત્તે ખેડૂત શિબિર યોજાઈ

17 September




ભચાઉ - કચ્છઉદય : વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃષિ યુનિવર્સિટી, ભચાઉ દ્વારા “સરદાર સરોવર નર્મદા નિગમ લી.” યોજનાના અંતર્ગત અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામ ખાતે “કિસાન સમૃદ્ધિ દિવસ” નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે ૧૬૫ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ડૉ.રાજદીપસિંહ જાડેજા દ્વારા “કિસાન સમૃદ્ધિ દિવસ” નિમિત્તે વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લામાં કૃષિક્ષેત્રે થયેલા પરિવર્તન અને વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા અઢી દાયકામાં કચ્છે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અનુભવ્યું છે. અગાઉ પાણીની અછત અને પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિ માટે ઓળખાતો કચ્છ આજે બાગાયતી તથા રોકડિયા પાકોના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
તેમણે કચ્છમાં કૃષિ વિકાસમાં નર્મદા નહેર નેટવર્ક, પાઇપલાઇન આધારિત સિંચાઈ અને ટપક સિંચાઈ પદ્ધતિની ભૂમિકા અંગે માહિતી આપી હતી. ખેડૂતો દ્વારા આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવાના પરિણામે ખારેક, કેસરકેરી, દાડમ અને ડ્રેગનફ્રૂટ (કમલમ) જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકોના વાવેતરમાં વધારો થયો હોવાનું તેમણે સમજાવ્યું હતું.  ત્યારબાદ પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો તથા વિવિધ આયામોઅંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં ટકાઉ અને પર્યાવરણમૈત્રી કૃષિ વ્યવસ્થાના વિકાસમાં પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા તેમજ ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો જરૂરી બનશે. ખેડૂતોનેસ્થાનિક સંસાધનો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના સંકલન દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી લાંબા ગાળે ટકાઉ કૃષિ પદ્ધતિઓના વિકાસ સાથે ખેડૂતોની આવક વધારવા માટે નવી તકો ઊભી થઈ શકે.
ત્યારબાદ ડૉ. વારીસ અલી દ્વારા પ્રાકૃતિક ખેતીના અભિગમથી જમીનનું પોષણ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. ભવ્યરાજસિંહ વાઘેલા દ્વારા મગફળી, એરંડા અને કપાસ જેવા ખરીફ પાકોમાં આવતા વિવિધરોગો અને જીવાતોના પ્રાક ૃતિક અસ્ત્રો દ્વારા નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકુમાર પરવાડીયા દ્વારા સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
શિબિર દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વના આયામોનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને જીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિ સ્થળ પર પ્રાયોગિક રીતે દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે કાર્યરત ફૂડ પ્રોસેસિંગ એકમ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ મૂલ્યવર્ધિત કૃષિ પેદાશો અને ઉત્પાદનોઅંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન દ્વારા વધારાની આવક ઊભી કરવાની તકો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
---------

Comments

COMMENT / REPLY FROM