સ્વામિનારાયણ ગુરૂકુળ નારાણપરની શાળામાં ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ
ભુજ - કચ્છઉદય : સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ એકેડમી અને શ્રી ઘનશ્યામ વિદ્યાલય શાળામાં ગણેશ ઉત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ગણેશ પંડાલમાં વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિતિ ભગવાન ગણેશની આરાધના કરવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવ નિમિતે શાળાના નાના ભૂલકાઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . શાળાના સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગણેશ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક હર્ષિતાબેન દ્વારા પ્રેરક વક્તવ્યની રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં શાળા સંચાલક મંડળ વતી સ્વામી નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મચરણદાસજી, સ્વામી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામી દિવ્ય પ્રકાશ દાસજી, શાળાના ટ્રસ્ટી, શાળાના આચાર્ય પંકજ રાજગોર, રિદ્ધિબેન રાવલ, સંચાલક રોનક રાવલ, સંજય ટાંક અને સર્વે શિક્ષકો સહભાગી બન્યા હતા .
---------

Comments