માતૃછાયા કન્યા વિદ્યાલયમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ યોજાયો
ભુજ - કચ્છઉદય : માતૃછાયા કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓની કળા કુશળતાને ઉજાગર કરવા "આર્ટ એન્ડ ક્રાફ્ટ" વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હસ્તકળામાં પારંગત આરતીબેન નાકર અને એમની સાથે જુલીબેન ઠક્કર દ્વારા સમગ્ર વર્કશોપનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને તહેવારો અને ઘરના પ્રસંગોમાં ઉપયોગી થાય તેવી મલ્ટી પર્પસ ટ્રે, આરતી થાળી અને ફ્રુટ બાસ્કેટનું સુશોભન શીખવાડવામાં આવ્યું હતું. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલી સર્જનાત્મકતા, એકાગ્રતા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શિક્ષકો ફાન્સીબા તથા જેલમબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટેની પ્રેરણા શાળાના આચાર્ય સુહાસબેન તન્ના ગોસ્વામીએ આપી હતી. આ આયોજન બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.
----------

Comments