મારામારીના ગુનામાં ભચાઉ પોલીસનો સપાટો : મનફરાના ૪ આરોપીઓ ઝડપાયા
ભચાઉ : ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી ના ગુનામાં ભવાન ભાઈ ખીમાભાઈ કોલી (૨૭), ગોપાલભાઈ ખીમાભાઈ કોલી (૨૬), મનિષ ભાઈ બાબુભાઈ કોલી (૨૨) અને રમેશભાઈ ઉર્ફે રૂડાભાઈ બાબુભાઈ કોલી (૨૬), તમામ રહે. મનફરા, તા. ભચાઉને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ. કામગીરી ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફે કરી હતી.

Comments