નારાણપર સ્વામિનારાયણ ગુરુકુળની શાળામાં ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવાના વર્કશોપનું આયોજન કરાયું
ભુજ-કચ્છઉદય : સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ એકેડમી અને ઘનશ્યામ વિદ્યાલય શાળામાં ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં માટીમાંથી ગણેશમૂર્તિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુજના આર્ટ મુદ્રા સંસ્થાના કલાના નિષ્ણાત પ્રકાશગીરી અને રોહિનીબેન દ્વારા વિદ્યાર્થીઓને માટીમાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે ગણેશોત્સવ માટે માટીમાંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની પ્રક્રિયા શીખવી હતી. આ વર્કશોપમાં શાળાના ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને માટીમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવી હતી. શાળા દ્વારા પ્રકાશગીરી અને રોહિનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્કશોપ બદલ શાળા આચાર્ય રિદ્ધિબેન રાવલ દ્વારા મહેમાનોનું આભાર પ્રગટ કરવામા આવ્યું હતું. શાળા દ્વારા વિદ્યાર્થીઓની આ પ્રવૃતિનું મૂલ્યાંકન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળ વતી સ્વામી નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મ ચરણદાસજી, સ્વામી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામી દિવ્ય પ્રકાશ દાસજી, શાળા ટ્રસ્ટી, શાળા આચાર્ય પંકજ રાજગોર, રિદ્ધિબેન રાવલ, સંચાલક રોનક રાવલ, સંજય ટાંક અને સર્વે શિક્ષકો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
----------

Comments