Trending News
સ્થાનિક સમાચાર

કિડાણામાં ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની સ્પેશિયલ કોમ્બિંગ નાઈટઃ ૨૨૮ વાહનો સહિત ૫૦૦થી વધુ સ્થળ-વ્યક્તિઓનું ચેકિંગ

12 September



૭ પોલીસ ટીમોએ અગાઉના ગુનામાં ઝડપાયેલા ઇસમોના રહેણાંક મકાનો, હોટલ-ધાબા, ગોડાઉન અને અવાવરૂ જગ્યાઓમાં સઘન તપાસ કરી


૧૩ પ્રોહિબિશન કેસ અને MV ACT  હેઠળ ૭ કેસ નોંધાયા; ૪૮ અસામાજિક તત્વો અને ૪૩ HS/MCR ની પણ તપાસ



ગાંધીધામ - કચ્છ ઉદય :કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા ગામે “સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ” હાથ ધરવામાં આવી હતી. સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચના અને 
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.અંજાર વિભાગના નાયબ 
પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ PI  એસ.વી. ગોજીયાની આગેવાનીમાં PSI સહિતની ૭ અલગ-અલગ 
પોલીસ ટીમો દ્વારા કિડાણા ગામમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા તેમજ વારંવાર ગુનાખોરી સાથે સંકળાયેલા ઇસમોના રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી હતી.આ ઉપરાંત નેશનલ હાઈવે નજીકની હોટલ-પાર્કિંગ, ગોડાઉન, વાહન પાર્કિંગ, અવાવરૂ જગ્યાઓ તથા હોટલ-ધાબાઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા વાહન ચેકિંગ સાથે પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની પણ તપાસ હાથ ધરાઈ હતી.
સ્પેશિયલ કોમ્બિંગ દરમિયાન ૪૩ HS/MCR ચેક, ૧૩ પ્રોહિબિશન કેસ,HS/MCR  કલમ-૧૮૫ હેઠળ ૭ કેસ, BNS  કલમ-૨૮૧ હેઠળ ૧ કેસ, ૧૦ પ્રોહિબિશન બુટલેગરોની તપાસ તથા ૪૮ અસામાજિક તત્વો અને ૪ જાણીતા જુગારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૨૨૮ વાહનો, ૩૮ ગોડાઉન, ૧૩ હોટલ-ધાબા, ૧૩ વાહન પાર્કિંગ અને ૩ અવાવરૂ જગ્યાઓનું પણ ચેકિંગ કરાયું હતું. સ્થળ દંડ પેટે રૂ.૨,૫૦૦ની કાર્યવાહી કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM